સંસદમાં એક દિવસની કામગીરી પર કેટલો ખર્ચ થાય છે? જાણો…

નવી દિલ્હીઃ સંસદના મોન્સુન સત્રની 21 જુલાઈથી  શરૂઆત થઈ છે. આ દરમિયાન તમામ પક્ષોના સાંસદો તેમના મુદ્દાઓ સાથે સંસદમાં પહોંચે છે. તેઓ સરકારના મંત્રીઓને પ્રશ્નો કરે છે. એ સાથે-સાથે આ સત્ર દરમિયાન અનેક બિલો પર મંજૂરી પણ મળે છે. સંસદની એક દિવસની કામગીરી પર કેટલો ખર્ચ થાય છે, જાણો…

સત્રમાં કેટલો થાય છે ખર્ચ?

સંસદમાં દરેક મિનિટે અંદાજે રૂ. 2,50,000 ખર્ચ થાય છે. એટલે કે દરેક કલાકે લગભગ રૂ. 1.5 કરોડનો ખર્ચ થાય છે. જો આખો દિવસ સંસદની કામગીરી ચાલી રહી હોય તો અંદાજે રૂ. 9 કરોડ સુધીનો ખર્ચ થઈ શકે છે.

સંસદના આખા સત્રમાં કરોડો રૂપિયાનો ખર્ચ જે બાબતો પર થાય છે, તેમાં સંસદ ભવનની લાઇટ, પાણી, ઇમારતનું જતન, જેમાં ઇલેક્ટ્રોનિક સિસ્ટમ, લાઇટ્સ, મરામત, CCTV કેમેરા વગેરેનો સમાવેશ થાય છે. અહીં સુરક્ષા માટે CRPF અને દિલ્હી પોલીસની તહેનાતી હોય છે. સંસદમાં કામ કરતા કર્મચારીઓના પગાર, પેટ્રોલ, ખોરાક વગેરે પણ આ ખર્ચમાં આવે છે. આ કાર્યવાહીમાં ભાગ લેતા સાંસદોને દરરોજનું ભથ્થું (Daily Allowance) પણ આપવામાં આવે છે.

છેલ્લાં 19 વર્ષોમાં સાંસદોની સેલરીમાં 933 ટકાનો વધારો થયો છે. હાલમાં સાંસદની આવક એક સામાન્ય વ્યક્તિની આવકથી નવ ગણી વધુ છે. દરેક સાંસદ પરથી સરકારી ખજાનામાંથી પ્રતિ વર્ષ રૂ. 42.9 લાખ ખર્ચ થાય છે, જેમાં સેલરી, ભથ્થાં અને સુવિધા પરનો ખર્ચ સામેલ છે.