તાજેતરમાં, આલિયા ભટ્ટ અને વરુણ ધવન કાજોલ અને ટ્વિંકલના ટોક શો ‘ટૂ મચ’ માં દેખાયા હતા. બંનેએ તેમના જીવનની ઘણી વાતો શેર કરી. આલિયા ભટ્ટે કપૂર પરિવારનો ભાગ હોવાના પોતાના અનુભવ વિશે પણ વાત કરી.

આલિયા ભટ્ટે 2018 માં રણબીર કપૂરને ડેટ કરવાનું શરૂ કર્યું. તેમણે 2022 માં લગ્ન કર્યા. તે જ વર્ષે તેમની પુત્રી રાહાનો જન્મ થયો. એક ખાસ પ્રસંગે આલિયા ભટ્ટને સમજાયું કે તેમની પુત્રી રાજ કપૂર પરિવારના વારસાનો ભાગ છે. તે ખાસ ક્ષણ શું હતી? આલિયા ભટ્ટે “ટૂ મચ” ટોક શોમાં આના વિશે પોતાની લાગણીઓ વ્યક્ત કરી.
રાજ કપૂરની 100મી જન્મજયંતિ પર અનુભૂતિ
આલિયા ભટ્ટ “ટૂ મચ” શોના હોસ્ટ કાજલ અને ટ્વિંકલ ખન્નાને કહે છે,”મને લાગે છે કે જ્યારે તમે કોઈ બાબતમાં સંપૂર્ણપણે સંકળાયેલા હોવ છો, સંબંધો સાથે સંપૂર્ણપણે જોડાયેલા હોવ છો, ત્યારે જ તમને ખ્યાલ આવે છે કે તમે કયા વારસાનો ભાગ બનવાના છો. રાજ કપૂરની 100મી જન્મજયંતિ પર અમે એક મોટો કાર્યક્રમ રાખ્યો હતો. તે જ ક્ષણે મને સમજાયું, ‘રાજ કપૂર રાહાના પરદાદા છે.’ મને તે જોડાણ ત્યારે અનુભવાયું.”
આલિયા ભટ્ટે ઋષિ કપૂર સાથેના પોતાના સંબંધો વિશે પણ વાત કરી. તેણીએ, “જ્યારે અમે કપૂર એન્ડ સન્સનું શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે મેં તેમની (ઋષિ) સાથે ઘણો સમય વિતાવ્યો. તે સમયે હું રણબીરને ડેટ કરતી નહોતી. પણ ઋષિજી દરરોજ સાંજે અમારી સાથે બહાર જતા. તેમની પાસે કહેવા માટે ખૂબ જ સુંદર વાર્તાઓ હતી. અમે સાથે ડિનર કરતા. મને તેમની ખૂબ યાદ આવે છે.”





