અમદાવાદ: રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ફરી એકવાર વધી રહ્યું છે. ચોમાસાની શરૂઆતમાં પડેલા ધોધમાર વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થઇ ગઈ છે. તેવામાં એક વખત ફરીથી વરસાદ ધીમે-ધીમે પોતાની સ્પીડ પકડી શકે છે. જોકે, વર્તમાનમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં સામાન્ય છૂટાછવાયા ઝાંપટા પડવાની આગાહી કરી છે. હાલમાં અતિભાર વરસાદ પડે તેવી કોઇ જ શક્યતાઓને હવામાન વિભાગ દ્વારા નકારી દેવામાં આવી છે. જોકે, આગામી દિવસોમાં કોઈ સિસ્ટમ સક્રિય થાય તો હવામાન વિભાગ નવી આગાહી કરી શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, આજે રાજ્યભરના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તેમજ ક્યાંય પણ અતિભારે વરસાદની હાલ કોઇ સંભાવના જોવામાં આવી રહી નથી. જ્યારે કેટલાંક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. ચોમાસું સક્રિય હોવાના કારણે વરસાદી વાતાવરણ બનેલું રહેવાની શક્યતાઓ પણ દર્શાવવામાં આવી છે. જોકે, કેટલાક વિસ્તારોમાં તડકો પણ પોતાનો જોર બતાવી શકે છે.