ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હમાસે ફરી એકવાર ઇઝરાયેલ પર હુમલો કર્યો છે. તેલ અવીવ પર મિસાઇલ છોડવામાં આવી હતી, જે બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. અલ-કાસમ બ્રિગેડસે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે, તેણે તેલ અવીવ અને તેના ઉપનગરો પર બે મિસાઇલો છોડી હતી.
હમાસે કહ્યું કે તેણે તેલ અવીવ પર બે રોકેટ છોડ્યા અને વિસ્ફોટ સંભળાયા. હમાસની લશ્કરી પાંખ, અલ-કાસમ બ્રિગેડસે મંગળવારે જાહેરાત કરી હતી કે તેણે તેલ અવીવ અને આસપાસના વિસ્તારોને નિશાન બનાવતા બે “M90” રોકેટ છોડ્યા છે. હમાસે કેટલાક મહિનાઓમાં ઇઝરાયેલ સામે તેના પ્રથમ હુમલાની જાહેરાત કર્યાના થોડા સમય પછી, ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે એક રોકેટ તેલ અવીવ નજીક સમુદ્રમાં ઉતર્યું હતું.
સેનાએ નિવેદનમાં શું કહ્યું?
થોડા સમય પહેલા એક અસ્ત્ર ગાઝા પટ્ટીને ઓળંગીને મધ્ય ઇઝરાયેલના દરિયાઇ ક્ષેત્રમાં પડ્યો હતો,” સેનાના એક નિવેદનમાં મંગળવારે જણાવ્યું હતું. સ્થાનિક લોકોએ શહેરમાં જોરદાર ધડાકાનો અવાજ સાંભળ્યો હતો, પરંતુ ઇમારતોને કોઈ નુકસાન થયું ન હતું. સૈન્યએ વધુમાં જણાવ્યું હતું કે “આ ઉપરાંત, એક વધારાના અસ્ત્રની ઓળખ કરવામાં આવી હતી જે ઇઝરાયેલના ક્ષેત્રમાં પ્રવેશી ન હતી.