આગામી દિવસોમાં ગુજરાતવાસીઓએ હેલ્મેટ ફરજીયાત પહેરવું પડશે

ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં ટ્રાફિક નિયમોનું પાલન નહી કરનારાઓને હવે સતર્ક રહેવું પડશે. અત્યાર સુધી ટ્રાફિક નિયમોનું પાલન નહી કરનારા હવે આ નિયમોનું પાલન કરવાથી બચી નહીં શકે. નવી સરકારના ગૃહ વિભાગ દ્વારા આગામી દિવસોમાં નવી ટ્રાફિક પોલીસી જાહેર કરવા જઈ રહ્યું છે. જે મુજબ આગામી દિવસોમાં ગુજરાતવાસીઓને ફરજીયાત હેલ્મેટ પહેરવું પડશે.સરકાર શહેરી વિસ્તારોમાં ફરજીયાત હેલ્મેટ પહેરવાના નિયમના કડક અમલ પર કામ કરી રહી છે. મળતી માહીતી મુજબ રાજ્ય સરકાર આગામી દિવસોમાં નવી ટ્રાફિક પોલીસી જાહેર કરી શકે છે. નવી સરકારની રચના બાદ હવે સરકાર ગાઈડલાઇન તૈયાર કરી રહ્યું છે. જેમાં દ્રિચકરી વાહનચાલકોને શહેરી વિસ્તારો પણ ફરજીયાત હેલ્મેટ પહેરવુ પડશે, અને તેના અમલ માટે શહેરી વિસ્તારોમાં બોડીવોર્ક કેમેરા સાથે સિંગ્નલ પર પોલીસ હાજર રહેશે. બોર્ડી વોર્ન કેમેરા સાથે ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે.

બોર્ડી વોર્ન કેમેરા સાથે ટ્રાફિક પોલીસ રહેશે તૈનાત

શહેરી વિસ્તારોમાં ટ્રાફિકના નિયમોનું પાલન નહી કરનારાઓ પર પોલીસ અને ટ્રાફિક પોલીસ બોર્ડી વોર્ન કેમેરા સાથે બાજ નજર રાખશે. શહેરી વિસ્તારોમાં ટ્રાફિક સિંગ્નલ પર કોઈ પોલીસ તમને સીધી રીતે ઉભા નહી રાખે અને જો કોઈ પોલીસ કર્મચારી તમને ઉભા રાખશે તો તેની પાસે બોર્ડી વોર્ન કેમેરા લગાવેલા હશે. જેના કારણે ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે જે સંવાદ થાય છે તે તેમાં રેકોર્ડ પણ થશે. અને નિયમોના ઉલ્લંઘન બદલ તેમના પર એક્શન લેવામાં આવશે.


નિયમોનું કડકાઈથી પાલન કરાવામાં આવશે

નવી સરકારની રચના બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોલીસ અધિકારીઓ સાથે આ સંદર્ભે બેઠક કરી હતી અને હાલ પોલીસ વિભાગ તેના પર કામ કરી રહ્યું છે. અત્યાર સુધી પોલીસ શહેરી વિસ્તાર, અને ગ્રામ્ય વિસ્તાર અને નેશનલ હાઈવે પર હેલ્મેટ પહેરવાના નિયમમાં હળવાશ રાખી હતી પરંતુ હવેથી આ નિયમોનું કડકાઈથી પાલન કરાવામાં આવશે.


35% કેસોમા હેલ્મેટ ન પહેરવાથી થાય છે મોત

પોલીસે અત્યાર સુધી અલગ અલગ પ્રકારના સર્વે અથવા જે તારણો કાઢ્યા છે તેમાં 35 ટકા કરતા વધુ કેસોમાં હેલ્મેટ ન પહેરવાના કારણે અકસ્માતોમાં મૃત્યું થતા હોવાનું સામે આવ્યું છે. સિંગ્નલ પર ટ્રાફિક પોલીસ રાખવાથી કે બંદોબસ્ત રાખવાખી અકસ્માત ઘટે છે તેવું સીધી રીતે કોઈ મોટું તારણ સામે આવ્યુ નથી પરંતુ લોકો દ્વારા આ પ્રકારના ટ્રાફિક નિયમોનો ભંગ કરવામાં આવે છે જેના કારણે અકસ્માતો થાય છે તેવા તારણો સામે આવ્યા છે. તેને ધ્યાનમાં રાખી સરકાર નવી ટ્રાફિક પોલીસી જાહેર કરવા જઈ રહી છે.

રોંગ સાઈડ ટ્રાફિક પર પણ એક્શન લેવામાં આવશે

નવી ટ્રાફિક પોલીસીમાં શહેરી વિસ્તારોમાં રોંગ સાઈડ ટ્રાફિક પર પણ એક્શન લેવા જઇ રહી છે. શહેરી વિસ્તારોમાં અમુક વાહન ચાલકો આડા અવળા વાહનો ચલાવતા હોય છે. તેવા વાહન ચાલકો સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. ને જો કોઈ નિયમોને ભંગ કરશે તેને નિયમના ભંગ બદલ ઘરે પહોંચ મોકલવામાં આવશે. આમ વિદેશેમાં જે પ્રકારના ટ્રાફિક નિયમોનું પાલન થાય છે. તે પ્રકારના કડકઈથી ટ્રાફિક નિયનમોનું પાલન કરાવવા ગૃહ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. એક જ મહિનાની અંદર ગૃહ વિભાગ દ્વરા આ નવી ટ્રાફિક પોલીસી ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેર કરવામાં આવશે.