ગુજરાત સાયન્સ સિટીમાં વિશ્વ મધમાખી દિવસની ઉજવણી

અમદાવાદ: રાજ્ય સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ વિશ્વ મધમાખી દિવસે લોકોને મધમાખીના મહત્વ અને પર્યાવરણની  ઊંડી અસર વિશે શિક્ષિત કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઊજવવામાં આવે છે. તેઓ વિશ્વભરમાં ઇકો સિસ્ટમના નિર્માણ અને જાળવણીમાં ફાળો આપે છે.

કુદરતની ઇકો સિસ્ટમના મહત્ત્વ અને નાના જંતુઓની નિર્ણાયક ભૂમિકાને સમજીને સાયન્સ સિટી નેચર કલબ (ઇકો લાઇફ) તથા ટૂી વોક ગ્રુપ દ્વારા 20 મે, 2023એ સાયન્સ સિટીમાં “વિશ્વ મધમાખી દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષની UN ની થીમ “Bee engaged in pollinator-friendly agriculture production.” હતી.

આ કાર્યક્રમમાં ટૂી વોક ગ્રુપના આશરે 50 સભ્યો અને અલગ અલગ રાજયમાંથી આવેલા ૬૦ જેટલા YUVIKA વિદ્યાર્થીઓ  (વર્ષ 2023 માટે ISROના યુવા વિજ્ઞાની કાર્યક્રમ)એ ભાગ લીધો. આ કાર્યક્રમ બાદ YUVIKA વિદ્યાર્થીઓને સાયન્સ સિટીમાં વૈશ્વિક કક્ષાનાં પ્રદર્શનો નિહાળવાની તક મળી હતી.

આ કાર્યક્રમની શરૂઆત વિશ્વ મધમાખી દિવસના મહત્વ અને આપણા ઇકોસિસ્ટમમાં તેના મહત્વ વિશેની માહિતી સાથે થઈ. આ કાર્યક્રમમાં ભાગ લેનારાઓએ ઉજવણી અને તેની સુસંગતતા વિશે મૂળભૂત સમજ મેળવી. કાર્યક્રમમાં વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું,, જેમાં વિવિધ સામગ્રીનો ઉપયોગ કરીને અર્બન એરિયામાં મધમાખી આશ્રયસ્થાન તથા વોટર સ્ટેશન બનાવતા શીખવાડવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સહભાગીઓને કૃત્રિમ આશ્રયસ્થાન બનાવવાની કિટ આપવામાં આવી હતી.