અમદાવાદઃ ઈન્ટીગ્રેટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (ICCI)એ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા એકેડેમિક બેંક ક્રેડિટ (ABC)ના બેકગ્રાઉન્ડ, ફાયદા, વિશેષતાઓ અને લાભો પર વેબિનારનું આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમમાં દેશભરના જાણીતા શિક્ષણવિદો અને વિદ્વાનો મુખ્ય વક્તા હતા. ICCI ના ડિરેક્ટર માનવેન્દ્ર કુમાર, શાંતિ બિઝનેસ સ્કૂલ, અમદાવાદના ડિરેક્ટર ડૉ. નેહા શર્મા, ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચના ચેરમેન પ્રો. અનિલ કુમાર સક્સેના અને અન્ય વક્તાઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
આ અંગે ‘શાંતિ બિઝનેસ સ્કૂલ’ અમદાવાદના ડિરેક્ટર ડૉ. નેહા શર્માએ જણાવ્યું કે “એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ” યુજીસી, ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સ્થાપિત છે અને વિદ્યાર્થીઓ “વ્યક્તિગત શૈક્ષણિક બેંક એકાઉન્ટ” તરીકે ઓળખાતા વ્યક્તિગત ખાતા ખોલી શકે છે. તે UG અને PG બંને અભ્યાસક્રમો માટે મલ્ટીપલ એન્ટ્રી અને એક્ઝિટની સુવિધા આપે છે. જોકે, મલ્ટીપલ એન્ટ્રી અને એક્ઝિટની મંજૂરી નિર્ધારિત સમયગાળા માટે જ છે. આનાથી વિધ્યાર્થીઓને લાભ થશે, શિક્ષણનું ચોક્કસ સ્તર પૂર્ણ થયા પછી, ઉદાહરણ તરીકે ડિપ્લોમા કર્યા પછી વિદ્યાર્થીઓ રોજગાર માટે એક્ઝિટ કરી શકે અને અપ-ગ્રેડેશન માટે શક્ય હોય ત્યારે પાછા જોડાઈ શકે છે. આનાથી મિડ-કોર્સ ડ્રોપઆઉટ રેટમાં ઘટાડો થશે અને ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (GER)માં સુધારો થશે.