અમદાવાદમાં ધૂળેટી પૂર્વે વાતાવરણ બન્યું ધૂળિયું

અમદાવાદઃ શહેરમાં આજે એક તરફ હાઉસિંગ સોસાયટીઓમાં, મહોલ્લાઓ, શેરીઓની બહાર હોળી પ્રગટાવવાની તૈયારીઓ શરૂ થઈ હતી ત્યાં અચાનક આકાશમાં વાદળો ઉતરી આવ્યા હતા. જોરદાર પવન ફૂંકાવા લાગ્યો અને જોતજોતામાં શહેર આખું આંધીથી ધૂળિયું થઈ ગયું.

સાંજે હોલિકાદહનની શરૂઆત થાય એ પૂર્વે જ ફૂંકાયેલા તેજ પવનને કારણે ઘણે ઠેકાણે હોળીને લગતી સામગ્રીઓ ઉડવા માંડી હતી.

વસંત બાદ આવેલી પાનખર ઋતુ અને ધૂળેટી પૂર્વે આવેલા સૂસવાટા મારતા પવનથી વાતાવરણ ધૂળિયું થઈ ગયું, માર્ગો પર ઝાડ પરથી ખરી પડેલા પાંદડાઓના ઢગલા થઈ ગયા.

અત્રે ઉલ્લેખનીય છે કે ફાગણ મહિનામાં રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ ઉભું થયું છે. ક્યાંક વરસાદનાં ઝાપટાં પડ્યાં છે તો ક્યાંક ઝરમર વરસાદ પડ્યો છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]