પરંપરાગત હોલિકા દહન

અમદાવાદ: ફાગણ સુદ પૂનમના દિવસે પરંપરાગત રીતે હોલિકા દહન કરવામાં આવે છે. કેટલાક ગામ અને શહેરના વિસ્તારોમાં આગવી રીતે હોળીની સામગ્રી મુકી પ્રગટાવવામાં આવે છે. પર્યાવરણના સંરક્ષણ માટે વૈદિક હોળીનો વિચાર પ્રસર્યા બાદ એનો અમલ પણ ઘણે ઠેકાણે શરૂ થઈ ગયો છે.

અમદાવાદ શહેરના માનસી સર્કલ, આંબાવાડી, ભૂદરપુરા સહિત અનેક વિસ્તારોમાં છાણાંનો મહત્તમ ઉપયોગ કરી હોળી પ્રગટાવવામાં આવી હતી.

ગાંધીનગરને અડીને જ આવેલા પાલજ ગામની હોળી પ્રગટાવવાની રીત જાણીતી છે. મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે. એ સાથે હોલિકા દહનનું સ્વરૂપ ખૂબ જ મોટું હોય છે. ઠેરઠેરથી લોકો પાલજની હોળી નિહાળવા ઉમટી પડે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]