“ચા” ની લિજ્જત માણવા માટેની નવી જગ્યાનું ઉદઘાટન

અમદાવાદઃ સવાર પડે એટલે મોટાભાગના લોકોનો દિવસ ચા પીધા પછી જ શરુ થતો હોય છે. ચા પીવાની વાત આવે એટલે સૌને કિટલીની કટિંગ ચા દેખાય. પણ, બદલાતા આધુનિક જમાનામાં એક એવો વર્ગ છે જે ચા પીવાના સ્થળે સ્વચ્છતા, સગવડતા અને મોકળાશ શોધે છે. હા, અમદાવાદમાં 100 વર્ષથી ચાના વેપાર સાથે સંકળાયેલા વાઘ બકરી ચાના સંચાલકોએ એક વિશાળ આધુનિક ચાની બીજી લોન્જને શહેરીજનો માટે ખુલ્લી મુકી છે. ચાની લિજ્જત માણવા માટેની આ જગ્યામાં ચાય પે ચર્ચાની સાથે. ગિટાર વાદન ગીત-સંગીત, બુક રીડિંગ, જેવી રચનાત્મક પ્રવૃત્તિઓ પણ થશે.

અમદાવાદ શહેરના પરિમલ ગાર્ડન નજીક ખુલ્લી મુકાયેલી વાઘ બકરી ટી લોન્જના ઉદઘાટન પ્રસંગે વાઘ બકરી ચાની કંપની સાથે સંકળાયેલા સંચાલકો પીયૂષ દેસાઇ, રસેશ દેસાઇ, પંકજ દેસાઇ, પરાગ દેસાઇ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

કન્સેપ્ટ પ્રમાણે અને આધુનિક આર્કિટેક્ટની મદદથી તૈયાર થયેલી આ સુંદર ટી લોન્જના ઉદઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 

(તસવીરઃ અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]