વિજય રૂપાણી સરકાર આજે શપથ લેશે, PM મોદીની ઉપસ્થિતિ રહેશે

ગાંધીનગર– આજે ૨૬ ડીસેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની ઉપસ્થિતિમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ સહિત પ્રધાનમંડળનો શપથવિધિ સમારોહ સવારે ૧૧.૦૦ કલાકે ગાંધીનગર, સચિવાલયના મેદાનમાં યોજાશે.પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, આજે મંગળવારે યોજનાર આ શપથવિધિ સમારોહ કાર્યક્રમમાં ભાજપા શાસિત રાજ્યોના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથજી-ઉત્તરપ્રદેશ, મનોહર પરિકરજી-ગોવા, વસુંધરા રાજે સિંધિયાજી-રાજસ્થાન, ત્રિવેન્દ્રસિંહ રાવત-ઉત્તરાખંડ, સોનોવાલ-આસામ, રઘુબર દાસ- ઝારખંડ વગેરે ઉપસ્થિત રહેશે. બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશીલકુમાર મોદી, ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવપ્રસાદ મોર્યજી, દિનેશ શર્માજી, જમ્મુ કશ્મીરના નાયબ મુખ્યપ્રધાન નિર્મલસિંગજી પણ ઉપસ્થિત રહેશે.

ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ એલ.કે.અડવાણી, કેન્દ્રીય પ્રધાનો રાજનાથસિંહજી, નીતિન ગડકરીજી, રવિશંકર પ્રસાદજી, પી.પી.ચૌધરીજી, ડૉ. હર્ષવર્ધનજી, રામવિલાસ પાસવાન, રામદાસ અઠવલેજી, અનુપ્રિયા પટેલ, સાધ્વી નિરંજન જ્યોતિજી વગેરે ઉપસ્થિત રહેશે. પ્રદેશ પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રી ભૂપેન્દ્રજી યાદવ, રાષ્ટ્રીય મહામંત્રી અરૂણસિંહજી, ડૉ. અનિલ જૈન, પ્રધાન તરૂણ ચગજી વગેરે ઉપસ્થિત રહેશે. પ્રદેશના હોદ્દેદારો, જીલ્લા/મહાનગરના હોદ્દેદારો અને ભાજપાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

આજે મંગળવારે સવારે ૦૯.૩૦ કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે.