શપથવિધિના મંડપ બનાવતાં 3 મજૂર ક્રેન પરથી પટકાયાં, 1 મજૂરનું મોત

ગાંધીનગર– મુખ્યપ્રધાન રુપાણી બીજીવાર અને ભાજપની સતત છઠ્ઠી સરકાર 26મીને મંગળવારે શપથ લઇ રહી છે ત્યારે આજે મંચ બનાવવાના કામમાં લાગેલાં ત્રણ મજૂર ઊંચાઇ પરથી નીચે પટકાયાં હતાં. જેમાં એક મજૂર મોતને ભેટ્યો છે. અન્ય બે મજૂરની હાલત પણ ગંભીર બતાવાઇ રહી છે. આ મજૂરો સેફ્ટી બેલ્ટ પહેર્યાં વિના કામ કરી રહ્યાં હતાં અને ક્રેનનો ઝાટકો લાગતાં નીચે પટકાયાં હતાં.

ગાંધીનગરના સચિવાલય સ્થિત હેલિપેડ ગ્રાઉન્ડ પર મંચ બનાવવાનું કામ ચાલુ હતું ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. મંચ તૈયાર કરવાની જવ બદારી એક ખાનગી કંપનીને સોંપવામાં આવી હતી જેમાં ક્રેનથી કામ કરી રહેલા મજૂરો સારી એ ઊંચાઇ પરથી નીચે પટકાયાં હતાં, તેમને તરત જ હોસ્પિટલ લઇ જવાયાં હતાં. હોસ્પિટલ જતાં રસ્તામાં જ એક મજૂરનું મોત થઇ ગઇ હતું. ગંભીર ઘાયલ થયેલાં અન્ય બે મજૂરની સારવાર કરવામાં આવી રહી છે.