Video: અમદાવાદમાં કોલ્ડપ્લેની ધમાકેદાર શરૂઆત, એન્ટ્રી વખતે પ્રેક્ષકોમાં અનેરો ઉત્સાહ

અમદાવાદ: બ્રિટિશ રોકબેન્ડ ‘કોલ્ડપ્લે’એ વિશ્વભરના લોકોને ઘેલું લગાડ્યું છે. હવે  અમદાવાદ પણ કોલ્ડપ્લેના રંગમાં રંગાઇ ગયું છે.  25-26 જાન્યુઆરી એમ બે દિવસ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કોલ્ડપ્લેની કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે. ક્રિસ માર્ટિનની ટીમ ગઈકાલે (24 જાન્યુઆરી) અમદાવાદ આવી પહોંચી છે. આ કોન્સર્ટને માણવા માટે દેશ-વિદેશના ચાહકોનું અમદાવાદમાં પહોંચી ચૂક્યા છે. બે દિવસમાં બે લાખથી વઘુ પ્રેક્ષકો કોલ્ડપ્લેમાં ઉપસ્થિત રહેશે. કોલ્ડપ્લેની એક જ કોન્સર્ટમાં 1 લાખથી વઘુ પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હોય તેવું સંભવતઃ પ્રથમવાર બનશે.

ઉલ્લેખનીય છે કોલ્ડપ્લેનો સમય આજના 5 વાગ્યાનો છે. ત્યારે આ ઈવેન્ટ નિહાળવા આવતા પ્રેક્ષકોને એન્ટ્રી આપવાની શરૂઆત બપોરે 2 વાગ્યાથી થઈ ચૂકી હતી. આજે અંદાજિત 1 લાખથી વધુ લોકો સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેશે. નોંધનીય બાબત છે કે એન્ટ્રી લેતી વખતે લોકોમાં કોલ્ડપ્લેને લઈ અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.  અમદાવાદમાં યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટમાં લાખોની ભીડ ઉમટવાની છે, ત્યારે લોકોની સુરક્ષા અને સ્વસ્થ્યને લગતી સુવિધા ઉપલબ્ધ કરાય છે. જેમાં લોકોની સુરક્ષામાં 14 DCP, 25 ACP, 63 PI, 142 PSI, 3581 પોલીસકર્મી, 1 NSG ટીમ, 1 SDRF સહિતા સ્ટાફ તૈનાત રહેશે.

કોન્સર્ટને જોવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકો અમદાવાદ પહોંચશે. ત્યારે આ લોકોના વાહનોના પાર્કિંગ માટે SHOW MY PARKING દ્વારા પાર્કિંગની નવી ટેકનોલોજી અપનાવી છે. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની નજીકમાં 13 જેટલા પાર્કિંગ સ્થળો ઉપલબ્ધ કરાયા છે. જેમાં 9 સ્થળો પર 4 વ્હીલર પાર્કિંગ અને 4 સ્થળોએ બે વ્હીલર વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થા છે. જોકે, પાર્કિંગ ક્ષમતાની વાત કરીએ તો 5 હજાર 4 વ્હીલર, 10 હજાર 2 વ્હીલર સહિત 15000થી વધુ વાહનોની પાર્કિંગ વ્યવસ્થા છે.