અવિરત મેઘ મહેર યથાવત, ચાર દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારેથી અતાભારે વરસાદ નોંધાય રહ્યો છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ પ્રમાણે એક સાથે ત્રમ સિસ્ટમ સક્રિય થતા રાજ્ય પર વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આજે સવારથી જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી ભાર વરસાદ નોંધાય રહ્યો છે. મળતી માહિતી અનુસાર રાજ્યમાં સવારે 6 વાગ્યથી લઈ બપોરે 2 વાગ્ય સુધીમાં લગભગ 15 તાલુકામાં વરસાદ નોંધવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ નડિયાદમાં નોંધાયો 0.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત આગામી ચાર દિવસ પણ રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં વધુ એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને જળાશયો જીવંત થયા છે. ભારે વરસાદના પગલે મહુવા તાલુકાના ડેમમાં નવા નીરના આગમન થયા છે. પાણી આવક થતાની સાથે ડેમમાં છલકાયો છે. ત્યારે નવા નીર આવતા જગતના તાતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે બીજી બાજું સાબરકાંઠાના 8 માંથી 6 તાલુકામાં 3 મીમીથી 104 મીમી સુધી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ખેડબ્રહ્મામાં 4 ઇંચ વરસાદ, વડાલી,તલોદ અને પોશીનામાં પોણા-2-2 ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો છે.

 

બનસાકાંઠા જિલ્લામાં પણ ગત મોડી રાત્રીના મેઘારાજાએ એન્ટ્રી મારી હતી. જ્યાં શહેર સહિત જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદ નોંધવામાં આવ્યો હતો. તો આ બાજું સૌરાષ્ટ્રની ધરાએ મેઘ મહેર જોવા મળી હતી. ગોંડલના જસદણ પંથકમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. ત્યારે ભાર વરસાદ બાદ જસદણ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. આ ઉપરાંત અમરેલી અને ગીરપંથકમાં પડેલા સારા વરસાદ કારણે શેત્રુંજી ડેમમાં આજે વહેલી સવારથી પાણીની આવક શરૂ થઈ હતી. ડેમમાં આજે બપોરે 341140 ક્યૂસેક પાણી આવક નોંધાઈ હતી. આમ, શેત્રુંજી ડેમ 20.1 ફૂટ સપાટીએ પહોંચી છે, ઉલ્લેખનીય છે કે ડેમમાં એક જ દિવસમાં અઢી ફૂટ જેટલો સપાટીમાં વધારો થયો હતો. રાજકોટ શહેરમાં એક સપ્તાહના વિરામ બાદ આજે બપોર બાદ મેઘરાજાએ મન મૂકી વરસવાનું શરૂ કર્યું હતું. શહેરમાં ગાજવીજ સાથે એક ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા.