ગાંધીનગર- પાંચ વર્ષ કરતાં વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતાં પોલિસ કર્મચારીઓએ પોતાનો સાજોસામાન બાંધી લેવાનો સમય આવી ગયો છે. પોલિસ વડા શિવાનંદ ઝાએ આવા કર્મચારીઓની બદલીના આદેશ કરી દીધાં છે.
રાજ્યના કોઇપણ પોલિસ સ્ટેશનમાં 5 વર્ષની ફરજ બજાવી રહેલાં કર્મચારીઓની તાત્કાલિક બદલી કરી દેવા તમામ એસપી અને સીપીને આદેશ આપવામાં આવ્યાં છે. આ બદલીઓ 15 જૂન સુધીમાં કરી દેવાની મુદત પણ આપવામાં આવી છે.તેમ જ કર્મચારીની પસંદગીની જગ્યાએ અથવા સૂચવાયેલી 5 જગ્યાએ બદલી કરવામાં આવશે.
બદલીના આ આદેશમાંથી જોકે એવા પોલિસ કર્મચારીઓને બાકાત રાખવામાં આવ્યાં છે જેઓના સંતાનો ધોરણ 10, 12 કે કોલેજના છેલ્લાં વર્ષમાં હોય. તેવા કર્મચારીઓને ફરજના જે તે સ્થળે ચાલુ રાખવા માટે સંબંધિત પોલિસ અધિશ્રક કે પોલિસ કમિશનર ભલામણ કરી શકે છે.