વિધાનસભામાં મારામારીઃ કોંગ્રેસના 3 ધારાસભ્યો સસ્પેન્ડ

ગાંધીનગર- ગુજરાતની લોકશાહીનો લાંછન લાગે તેવી ઘટના આજે વિધાનસભામાં બની છે. કોંગ્રેસના ધારાસભ્યોએ માઈક અને બેલ્ટ ઉઠાવીને ભાજપના ધારાસભ્યો પર હૂમલો કર્યો હતો. કોંગ્રસનો આક્ષેપ હતો કે તેઓ અપશબ્દો બોલ્યા હતા. આવી ક્ષોભજનક સ્થિતીની નોંધ લઈને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના બે ધારાસભ્યો પ્રતાપ દુધાત અને અંબરીષ ડેરને 3 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે, તેમજ કોંગ્રેસના અન્ય ધારાસભ્ય બળદેવ ઠાકોરને એક વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.કોંગ્રેસના 3 ધારાસભ્યોને સસ્પેન્ડ કરાતા કોંગ્રેસના ધારાસભ્યો વધુ ગસ્સે ભરાયા હતા. હર્ષ સંઘવી અને જગદીશ પંચાલને પણ સજા થવી જોઈએ તેવી માંગ કરી હતી. મારામારીની ઘટના પછી વિધાનસભાની કાર્યવાહી મુલત્વી રખાઈ હતી, પણ મામલો થોડો શાંત થયો પછી ફરીથી ગૃહની કાર્યવાહી શરૂ થઈ હતી, જેમાં ડેપ્યુટી સીએમ નિતીન પટેલે ગૃહમાં નિવેદન આપ્યું હતું કે પરેશભાઈ અને શૈલેષ પરમાર શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો. અચાનક બળદેવ ઠાકોર ગુસ્સે થયા અને વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. હર્ષ સંઘવી અન જગદીશ પંચાલને મારવાની ધમકી આપી આ બાબતને ચલાવી લેવાય નહી. હું દરખાસ્ત કરું છે કે પ્રતાપ દુધાત અને અંબરીષ ડેરને 3 વર્ષ સુધી તમામ કાર્યવાહીમાંથી બાકાત રાખવામાં આવે, અને બળદેવ ઠાકોરને એક વર્ષ માટે વિધાનસભાની તમામ કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરીને દાખલારૂપ પગલા લેવા જોઈએ. નિતીનભાઈની વાતને ભૂપેન્દ્રસિંહ ચૂડાસ્માએ ટેકો આપ્યો હતો.

  • ગુજરાત વિધાનસભા અધ્યક્ષે આપેલા નિર્ણય સામે કોંગ્રેસે નારાજી દર્શાવી સદનમાંથી વૉકઆઉટ કર્યું
  • વિધાનસભા ગૃહ અધ્યક્ષનો નિર્ણયઃ વિધાનસભામાં મારામારી કરનારા કોંગ્રેસના બે ધારાસભ્ય અંબરિષ ડેર અને પ્રતાપ દૂધાત ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ, બળદેવજી ઠાકોર 1 વર્ષ માટે સસ્પેન્ડ
  • સસ્પેન્ડેડ ધારાસભ્યોને વિધાનસભા પરિસરમાં પ્રવેશવા મનાઇ
  • અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીનું વિધાનસભામાં મારામારી મામલે નિવેદનઃ કોઇની હત્યા થાય તેવો પ્રયાસ હતો
  • મેં દૂધાતને સમગ્ર સત્રમાં સસ્પેન્ડ કરવા આદેશ કર્યો હતો પણ ટ્રેઝરી બેન્ચ ઉદાર છે, કોઇ ધારાસભ્ય આવું વર્તન કેવી રીતે કરી શકે, અંબરિષ ડેરનું વર્તન અયોગ્ય હતું
  • ભાજપ ધારાસભ્ય કેતન ઇનામદારનો આક્ષેપઃ સાર્જન્ટે મને જાણ કરી હતી કે આજે ગૃહમાં ધમાલ થશે

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]