ગુજરાતના આ જિલ્લાઓ હજુ કોરોના મુક્ત છે

નવી દિલ્હીઃ કોરોના વાયરસનું સંક્રમણ તેજ ગતિથી ફેલાઈ રહ્યું છે. ગુજરાતની વાત કરીએ તો, અહીંયા હવે 8 જિલ્લા જ એવા બચ્યા છે કે જેમાં કોરોનાના કેસો સામે નથી આવ્યા. આ રાજ્યમાં 33 પૈકી 25 જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓ મળી આવ્યા છે. આજે ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 1851 જેટલા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદ શહેર રાજ્યમાં હોટસ્પોટ બનેલું છે.રાજ્યમાં નવા 108 કેસમાંથી અમદાવાદ 91, અરવલ્લી 6, કચ્છ 2,મહિસાગર 1,પંચમહાલ 2,રાજકોટ 2,સુરત 2,વડોદરા-મહેસાણામાં 1 કેસ નોંધાયા છે. જ્યારે આજે અમદાવાદમાં આવેલા કેસની વાત કરીએ તો ગાયકવાડ હવેલી, રાયખડ, જમાલપુર, આસ્ટોડિયા, બહેરામપુરા, અસારવા, દરિયાપુર, બાપુનગર, જુહાપુરા, કાલુપુર, સરસપુર, શાહપુર, શાહીબાગ, દાણીલીમડામાં નવા કેસ સામે આવ્યા છે.

ગુજરાતના હજી કેટલાક જીલ્લાઓ એવા છે કે જ્યાં કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. ગુજરાત રાજ્યના નવસારી, સુરેન્દ્રનગર, વલસાડ, જૂનાગઢ, તાપી, દેવભૂમિ દ્વારકા, ડાંગ, અમરેલી સહિતના જીલ્લાઓમાં હજી કોરોના વાયરસ પ્રવેશ્યો નથી.

ગુજરાતના આણંદ જિલ્લાના ખંભાતમાં એક જ પરિવારના સાત લોકો કોરોના પોઝિટીવ જણાયા હતા.

અત્યારે રાજ્યમાં કુલ 14 જેટલા લોકો વેન્ટિલેટર પર છે. 1662 જેટલા લોકોની હાલત સ્થિર છે. રાજ્યમાં સ્થિતિને જોતા કોરોના ટેસ્ટિંગ પણ તેજ કરી દેવામાં આવ્યું છે. હવે વધારે સંખ્યામાં ટેસ્ટીંગ થઈ રહ્યું છે. સૌથી વધારે કેસો હોટ સ્પોટ વિસ્તારમાંથી સામે આવી રહ્યા છે.