નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બિલ્કિસ બાનોની પુનર્વિચારની અરજી ફગાવી દીધી છે, જેમાં એક દોષીની અરજી પર ચુકાદો આપ્યો હતો કે દોષીઓને છોડવા પર ગુજરાત સરકાર 1992ની નીતિથી વિચાર કરે. બિલ્કિસ બાનોએ દોષીઓને સમય પહેલાં છોડી મૂકવાના નિર્ણયને પડકાર ફેંક્યો હતો.
મે, 2022માં જસ્ટિસ અજય રસ્તોગીએ એક દોષીની અરજી પર આદેશ આપ્યો હતો કે રાજ્ય સરકારે 1992ની છોડી મૂકવાની નીતિ હેઠળ બિલ્કિસ બાનો મામલામાં દોષીઓને છોડી મૂકવા પર વિચાર કરી શકે છે. જોકે બિલ્કિસ બાનોએ તેની અરજીમાં જણાવ્યું હતું કે આ મામલે પૂરી ટ્રાયલ મહારાષ્ટ્રમાં ચાલી છે અને ત્યાં છોડી મૂકવાની નીતિ હેઠળ આવા જઘન્ય અપરાધોમાં 28 વર્ષો પહેલાં છોડી ના મૂકી શકાય.
જે રાજ્યમાં સજા, એ રાજ્યમાં ઓછી થશે સજા
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે જે રાજ્યમાં ગુનો થશે, એ રાજ્ય દોષીની અરજી પર વિચાર કરી શકશે. બિલ્કિસ બાનોવાળો કેસ ગુજરાતનો હતો, જેથી આ મામલે દોષોની સજા ઓછી કરવા માટે રાજ્ય સરકાર અપીલ કરી શકે છે. કોર્ટે રિમિસન પોલિસીને ધ્યાનમાં રાખતાં બિલ્કિસ બાનો કેસમાં બધા દોષીઓને છોડવા માટે ચુકાદો આપ્યો હતો.
રાજ્ય સરકારે 15 ઓગસ્ટે 2002ના ગુજરાત રમખાણો દરમ્યાન બિલ્કિસ બાનો ગેન્ગેરેપ મામલે ઉંમરકેદની સજા ભોગવી રહેલા બધા 11 દોષીઓને માફી આપતાં છોડી મૂક્યા હતા. આ મામલે કોંગ્રેસ સહિત કેટલાક વિરોધ પક્ષો અને સિવિલ સંગઠનોએ આકરી પ્રતિક્રિ આપતાં રાજ્ય સરકારની જોરદાર ટીકા કરવામાં આવી હતી.