રાજ્ય સરકારનો ઢોરો મુદ્દે ઢોરવાડો બનાવવાનો નિર્ણય  

અમદાવાદઃ રાજ્યમાં રસ્તે રખડતા ઢોરોને અનેક લોકોના જીવ લીધા છે. ત્યારે રખડતાં ઢોરોને મુદ્દે હાઈ કોર્ટે સરકારને ફટકાર લગાવ્યા પછી અને જનતામાં પ્રવર્તતી નારાજગી બાદ સરકારે પગલાં લેવાની શરૂઆત કરી છે. રાજ્ય સરકારે હાઇકોર્ટની ફટકાર બાદ કેબિનેટની બેઠક બોલવી હતી, જેમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે માર્ગ, મકાન વિભાગ અને શહેરી વિકાસ વિભાગના અધિકારીઓનો ઊધડો લીધો હતો. મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં તેમણે રાજ્યમાં તૂટેલા રસ્તાઓ મામલે પણ નારાજગી વ્યક્ત કરી હતી.

તેમણે હવે માર્ગ મકાન વિભાગની જવાબદારી ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલને સોંપી છે. તેમણે ઉદ્યોગ મંત્રીને આ દિશામાં ઝડપથી કામ કરવાના નિર્દેશ આપ્યા હતા. આ ઉપરાંત મુખ્ય મંત્રીએ રસ્તાઓની મરામત માટે ઉદાસીન વલણ લેતા અધિકારીઓના ખબર લીધા હતા. રાજ્ય સરકારે રખડતા ઢોર મુદ્દે મોટો નિર્ણય લીધો છે. પશુપાલકો પશુને ઢોરવાડામાં મૂકવામાં આવશે. આ ઢોરોને વિનામૂલ્યે રાખવામાં આવશે.

આ ઢોરોના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ સરકાર ભોગવશે. સરકારના પ્રવક્તા મંત્રી જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે મનપા અને નગરાપાલિકાના ઢોરવાડામાં પશુઓને વિનામૂલ્યે રાખવાની મંજૂરી સરકારે આપી દીધી છે.  રાજ્યની આઠ મહાનગરપાલિકાઓ અને 156 નગરપાલિકાઓમાં ઢોરવાડાં બનાવવામાં આવશે અને એ માટે રૂ. 10 કરોડની અલગથી ફાળવણી કરવામાં આવશે, તેમ તેમણે જણાવ્યું હતું.

ઢોરવાડામાં ઘાસચારો પણ પૂરો પાડવામાં આવશે સરકારે હંગામી ધોરણે તાત્કાલિક ઢોરવાડા બનાવવાનો આદેશ આપ્યો છે. થોડા દિવસોમાં એનો અમલ કરવામાં આવશે. મુખ્ય પ્રધાને રખડતા ઢોરને નિયંત્રણ કરવા માટે અધિકારીઓ શાં પગલાં ભરી રહ્યા છે એની માહિતી આપવા પણ અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા.

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]