અમદાવાદ– લોકસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે મંગળવારે આજે મોદીના ગઢમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક કરીને મનોમંથન કર્યું હતું. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને કેટલાય મુદ્દા પર વિરોધ કર્યો હતો. પુલાવામાના શહીદ જવાનોને શ્રદ્ધાજંલિ આપીને ચૂંટણી અંગે રણનીતિ નક્કી કરી હતી. કોંગ્રેસે પીએમ મોદી પર આરોપ લગાવ્યો હતો કે પીએમ મોદી ચૂંટણીમાં ફાયદો લેવા માટે લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરી રહ્યા છે. બેઠકમાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ પીએમ મોદી પર સીધો હૂમલો કર્યો હતો.કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ પત્રકારોની માહિતી આપી હતી, અને કહ્યું હતું કે દેશમાં રાજનૈતિક કડવાશ આવી ગઈ છે. સંવાદનું સ્તર ઘટી ગયું છે. લોકોમાં ગુસ્સો અને વિભાજનની રાજનીતિ ચાલી રહી છે, તેની પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારધારા છે, આ ભારતનુ દર્ભાગ્ય છે. તેમણે વધુમાં કહ્યું હતું કે બેઠકમાં રાષ્ટ્રીય એકતા પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં પીએમ મોદી દ્વારા રાજનૈતીક ફાયદો લેવા માટે દેશની જનતાની વચ્ચે જઈને ભડકાઉ ભાષણો આપે છે.કોંગ્રેસ વર્કિંગ કમિટીએ શહીદ જવાનો નમન કર્યા હતા, અને તેમણે કહ્યું કે આતંકવાદીઓના ઈરાદા ભારતમાં કદાપી સફળ થવાના નથી. આતંકની વિરુદ્ધ ભારતનો અવાજ મજબૂત જ રહેશે.
આનંદ શર્માએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું હતું કે દેશમાં આઝાદી પછી જે સંસ્થાઓ છે, તેના પર મોદી સરકાર સતત નુકશાન કરી રહી છે. આરબીઆઈ, ઈડી, સીબીઆઈ જેવી સંસ્થાઓનો દુરઉપયોગ કર્યો છે. દેશમાં એવું વાતાવરણ સર્જયું છે કે તે કોઈપણ પ્રજાતંત્રમાં સ્વીકાર્ય નથી.કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ બેઠક બાદ ટ્વીટ કરીને કહ્યું હતું કે ગુસ્સો, નફરત અને વિભાજનની વિચારધારા ધરાવતાં ભાજપ અને આરએસએસને હરાવીને રહીશું.
વર્કિંગ કમિટીએ પસાર કર્યો આ ઠરાવ