મોદીના ગઢમાં કોંગ્રેસનો આક્રમક ચૂંટણી પ્રચારઃ મોદી સરકાર પર હલ્લાબોલ

અમદાવાદ– લોકસભા ચૂંટણી 2019ના પડઘમે કોંગ્રેસ પક્ષ પોતાનું પ્રચારકાર્ય શરુ કરવા ગુજરાતમાં આવ્યો છે. યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસ રાહુલ ગાંધી અને તાજેતરમાં જ પક્ષના મહાસચીવ બનાવાયેલાં પ્રિયંકા ગાંધી-એમ ગાંધી પરિવાર આજે પ્રથમવાર ગુજરાતમાં જનસભામાં ઉપસ્થિત રહ્યો છે. આશરે દોઢ લાખ ઉપસ્થિતો સમક્ષ કોંગ્રેસે આગામી સરકાર તરીકે કોંગ્રેસને પસંદ કરવા માટે આ જનસંકલ્પ રેલી દ્વારા એડીચોટીનું જોર લગાવી પ્રચારકાર્ય શરુ કરી દીધું છે. ખાસ ઉલ્લેખનીય છે કે વિધિવત પક્ષપ્રવેશ બાદ પ્રિયંકા ગાંધી પ્રથમવાર ગુજરાતમાં ચૂંટણી સભા સંબોધન સાથે પોતાની નવી ભૂમિકા શરુ કરી રહ્યાં છે.સીડબ્લ્યૂસી બેઠક પૂર્ણ કર્યાં બાદ આશરે પોણા ચાર વાગે સોનિયા-રાહુલ-પ્રિયંકા ગાંધી કોંગ્રેસના અન્ય મહાનુભાવો સાથે મંચ પર આવી પહોંચ્યાં હતાં. ગાંધી પરિવારના આવ્યાં પહેલાં મંચ પરથી હાર્દિક પટેલ અને મલ્લિકાર્જૂન ખડગે, ગુલામનબી આઝાદ તેમ જ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ સંબોધન કર્યું હતું અને કોંગ્રેસ પક્ષની નીતિઓ સ્પષ્ટ કરી હતી.

ગાંધી પરિવારના સદસ્યોમાંથી સર્વપ્રથમ પ્રિયંકા ગાંધીએ જનતાને સંબોધન કર્યું હતું.

પ્રિયંકા ગાંધીના સંબોધન અંશઃહું પહેલી વખત ગુજરાત આવી છું
આજે હુ મારા દિલની વાત કરીશ
આજે દેશમાં જે કાંઈ થાય છે તેની દુઃખી છું
તમારી જાગૃતતા અમારું હથિયાર છું,
જે લોકો મોટામોટા વાયદા કરી રહ્યાં છે તેમને પૂછો
યુવાનોને રોજગારી મળશે?
તમારાં ખાતામાં 15 લાખ રૂપિયા આવ્યાં?
દેશમાં ખેડૂતો અને બેરોજગારી ચૂંટણીના મુદ્દા હોવા જોઈએ
હું માનું છુ કે ગુજરાતમાંથી અવાજ ઉઠવો જોઈએ
કોંગ્રેસે પ્રેમ અને સદભાવનનો અવાજ બન્યો છે
દેશ તમારો છે, આપે બનાવ્યો છે, ખેડૂતોએ બનાવ્યો છે, નવયુવાનોએ બનાવ્યો છે
મારી મહિલાઓએ દેશ બનાવ્યો છે, સાચા મુદ્દા ઉઠાવીને નિર્ણય કરજો
આ આઝાદીની લડાઈથી ઓછું નથી,આ દેશ તમારો છે.
તમારા પ્રેમ માટે આભાર

 

પ્રિયંકા ગાંધીના આ ટૂંકા સંબોધન બાદ કોંગ્રેસના આર પી સિંઘે સભાને સંબોધન કર્યું હતું. જે બાદ રાહુલ ગાંધી જનતાને સંબોધન કરવા પોડિયમ પર આવ્યાં હતાં.

રાહુલ ગાંધીના સંબોધન અંશઃ
ગરમી વધારે છે, પણ અમારો કાર્યક્રમ દોઢ કલાક મોડો છે,હું તમારી માફી માંગું છું
વર્ષો બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ગુજરાતમાં થઈ
હિન્દુસ્તાનમાં બે વિચારધારાની લડાઈ છે,બે વિચારધારાની લડાઈ આપને ગુજરાતમાં મળશે
મહાત્મા ગાંધીએ દેશને બનાવ્યો છે, અને ગુજરાતે દેશને બનાવ્યો છે
પણ કેટલીક તાકાતો દેશને કમજોર કરવા લાગી છે
સુપ્રીમ કોર્ટના ચાર જજ પ્રેસની સામે કહે છે કે અમને કામ નથી કરવા દેતાં
સુપ્રીમ કોર્ટના જજ જનતા પાસે ન્યાય માગવા ગયાં
ભારતની સંસ્થાઓ પર આક્રમણ ચાલુ છે, દેશમાં નફરત ફેલાવી રહ્યાં છે
સૌથી પહેલો મુદ્દો બેરોજગારી છે
નરેન્દ્ર મોદી સ્ટાર્ટઅપની વાત કરે છે મેઈક ઈન ઈન્ડિયાની વાત કરે છે
દેશનો યુવાન રોજગારી માટે ભટકી રહ્યો છે,ખેડૂતોનો મુદ્દો બીજો છે
પંદર લાખ આપવાનું કહ્યું હતું, મળી ગયા આપના ખાતામાં જુઓ તો જરા
ગબ્બર સિંહ ટેક્સ… એક જ ટેક્સની વાત કરતાં હતાં,
પાંચ જાતના ટેક્સ લાદી દીધા
અમારી સરકાર આવશે તો એક જ ટેક્સ કરી નાંખીશું
નરેન્દ્ર મોદીએ રોજગારી અને ખેડૂતોના પ્રશ્ને કાંઈ કર્યું નથી
મોદી સરકાર ઉદ્યોગપતિઓના દેવા માફ કરી શકે છે, ખેડૂતોના નહીં
પ્રધાનમંત્રી ન બનાવશો… મને ચોકીદાર બનાવો તેવું મોદીજીએ કહ્યું હતું
દેશભક્તિની વાતો કરનારા નરેન્દ્ર મોદી… કયાં દેશભક્તિની વાત કરે છે..
રફાલ મુદ્દે મોદીએ 30 હજાર કરોડ ચોરીને અનિલ અંબાણીના ખિસ્સામાં નાંખ્યા છે
મનમોહનસિંહજી બેઠા છે… તેમણે કહ્યું હતું કે અનિલ અંબાણીની કંપનીએ કોઈ વિમાન નથી બનાવ્યાં
અનિલ અંબાણી કાગળનું વિમાન પણ નહીં બનાવી શકે
અનિલ અંબાણી પર 45,000 કરોડનું દેવું છે
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાં પછી ફ્રાન્સમાં ગયાં હતાં, તેમની સાથે અનિલ અંબાણી ગયાં હતાં
અનિલ અંબાણીને કોન્ટ્રેક્ટ આપવાનો આવી વાત ફ્રાન્સના રાષ્ટ્રપતિને કરી હતી
રાફેલ પર તપાસ કરતાં સીબીઆઈના ડાયરેક્ટરને રાતોરાત હટાવી દીધાં
નરેન્દ્ર મોદીએ વાયદો કર્યો હતો કે અમે ભ્રષ્ટાચારની વિરુદ્ધ લડીશું
મસૂદ અઝહરને ભારતની જેલમાંથી છોડીને પાકિસ્તાનને કોણે આપ્યો
મોદી પહેલાં જવાબ આપે
નરેન્દ્ર મોદીએ પાંચ એરપોર્ટ તેમના મિત્રને હવાલે કરી દીધાં
તમામ સંવૈધાનિક સંસ્થાઓ પર હૂમલા થઈ રહ્યાં છે
ઈગ્લેંડની સરકારે નીરવ મોદીને ભારતનો સોપવા માટે કેટલા કાગળ લખ્યાં
પીએમ મોદી નીરવ મોદી, મેહુલ ચોકસી અને અનિલ અંબાણીને ભાઈ કહે છે
જીત ભાઈચારાની હશે, પ્રેમની થશે, મહાત્મા ગાંધીની વિચારધારાની જીત થશે
છેલ્લા પાંચ વર્ષથી મોદી વાયદા કરે છે, એકપણ વાયદો પૂરો નથી કર્યો
બીજી તરફ કોંગ્રેસ કહે છે તે કરીને બતાવે છે

ચૂંટણીમાં સચ્ચાઈની જીત થશે. નફરતની હાર થશે અને મોદીની હાર થશે
આગામી ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડશો… દિલથી આપનો આભાર

 

 

તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ