જ્યોતિરાદિત્યના ભાજપ પ્રવેશમાં ગાયકવાડ પરિવારે ભાગ ભજવ્યો?

અમદાવાદઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાહુલ ગાંધીની નજીકના ગણાતા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટી છોડીને ભાજપપ્રવેશ કરી રહયા છે ત્યારે મધ્ય પ્રદેશની કમલનાથ સરકાર પર સંકટ તોળાઈ રહ્યું છે. જોકે જ્યોતિરાદિત્ય અને વડા પ્રધાન મોદીની વચ્ચે મધ્યસ્થતા વડોદરાના રાજ પરિવારે કરી છે.

ગ્વાલિયરના પૂર્વ રાજ પરિવારના સભ્ય અને કોંગ્રેસના અગ્રણી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા વડોદરાના ગાયકવાડ રાજ પરિવારના જમાઈ છે. તેમની પત્ની પ્રિયદર્શિની રાજે ગાયકવાડ વડોદરાના રાજ પરિવારના વરિષ્ઠ સભ્ય સમરજિત સિંહ ગાયકવાડના ભાઈ સંગ્રામસિંહ ગાયકવાડનાં પુત્રી છે.

ગાયકવાડ પરિવારે મધ્યસ્થતા કરી

મધ્ય પ્રદેશની કમલનાથ સરકારના છ પ્રધાનો અને 20 વિધાનસભ્યોને અલગ કરીને રાજકીય ઊથલપાથલમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર જ્યોતિરાદિત્ય સિંધિયા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની વચ્ચે મધ્યસ્થતા ગાયકવાડ પરિવારનું નામ સામે આવ્યું છે. વડા પ્રધાન મોદી અને ગૃહપ્રધાન શાહ સાથે મુલાકાત પછી જ્યોતિરાદિત્યએ તરત કોંગ્રેસથી રાજીનામું આપી દીધું હતું. 18 વર્ષ પક્ષમાં રહેલા વિધાનસભ્યસ સંસદસભ્ય અને કેન્દ્રીય પ્રધાન અને અન્ય કેટલાંક પદોએ રહ્યા પછી જ્યોતિરાદિત્યએ કોંગ્રેસને તરત અલવિદા કરી દીધી હતી.

જ્યોતિરાદિત્ય સિંધિયાના સસરા સંગ્રામસિંહના પિતા પ્રતાપસિંહ ગાયકવાડ આઝાદીથી પહેલાં વડોદરા સ્ટેટના અંતિમ રાજા બન્યા હતા. સમરજિત અને સંગ્રામસિંહની વચ્ચે મિલકત લઈને વિવાદ છે, પણ એ કોર્ટની મધ્યસ્થતા પછી ઉકેલાઇ ગઈ હતી. જ્યોતિરાદિત્ય અને તેમનાં પત્ની પ્રિયદર્શિની લાંબા સમયથી એકમેકને મળતાં રહ્યાં હતાં અને વર્ષ 1994માં બંને જણે લગ્ન કર્યાં. પ્રિયદર્શનીનું બાળપણ  મુંબઈમાં વડોદરા હાઉસમાં વીત્યું, જ્યાં તેમના પિતા સંગ્રામસિંહ પણ તેમની સાથે રહેતા હતા.