અમદાવાદઃ દેશમાં કોરોના વાઇરસના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના કેસો વધતા જઈ રહ્યા છે. રાજ્યમાં જામનગરમાં એક વ્યક્તિને ઓમિક્રોન સંક્રમિત માલૂમ પડ્યો છે. એ વ્યક્તિ દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફરી હતી. ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા 72 વર્ષીય વૃદ્ધનો 28 નવેમ્બરે અમદાવાદથી એરપોર્ટ ઊતર્યા પછી જામનગર ગયો હતો. આ વૃદ્ધનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવતાં શહેરનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. જોકેજ્યારે જામનગરમાં ફફડાટ ફેલાઈ ગયો છે. દેસમાં ઓમિક્રોનનો ત્રીજો કેસ સંભવતઃ નોંધાયો છે.
રાજ્યમાં ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાતાં મુખ્ય સચિવે જામનગરના કલેક્ટર અને આરોગ્ય અધિકારીઓ સાથે રિવ્યુ મીટિંગ બોલાવી હતી અને મુખ્ય પ્રધાન પણ તાત્કાલિક રિવ્યુ બેઠક બોલાવી છે.
આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે જામનગરની ડેન્ટલ કોલેજમાં એ વ્યક્તિને આઇસોલેશનમાં રાખવામાં આવી છે. ચાર વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો હતો, એમાંથી એકને ઓમિક્રોન વેરિયન્ટ ડિટેક્ટ થયો છે. પહેલી ડિસેમ્બરે સેમ્પલ જિનોમ માટે મોકલવામાં આવ્યું હતું. ઓમિક્રોન વેરિઅન્ટનો ઉદભવ ઝિમ્બાબ્વેથી જ થયો છે.
કેન્દ્ર સરકારે ગાઇડલાઇન જાહેર કર્યા બાદ ગત સોમવાર અને મંગળવારે ચાર જિલ્લામાં વિદેશોમાંથી 220 પ્રવાસીઓ રાજ્યમાં આવ્યા હતા. ગુરુવારના બપોર સુધી એક જ દિવસમાં 14 હાઈરિક્સ દેશો સહિત વિદેશથી વધુ 2235 પ્રવાસીઓ ઉતર્યા હતા.
જેમાં અમદાવાદ અને સુરત આંતરારાષ્ટ્રીય એરપોર્ટના જ 2 હજાર 228 પ્રવાસીઓ હતા. ઝિમ્બાબ્વે સહિતના હાઈરિક્સ દેશોમાંથી આવેલા 254 પ્રવાસીઓના એરપોર્ટ ઉપર RTPCR ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જોકે તમામે પોતાના ઘરે ક્વોરન્ટાઈન રહેવું પડશે. જેતે જિલ્લાના કલેક્ટરે તેઓનું મોનિટરિંગ કરવાનું રહેશે.