અદાણી ટ્રાન્સમિશને સ્વતંત્ર-ડિરેક્ટર તરીકે લિસા મેક્કલમની નિમણૂક કરી

અમદાવાદઃ દેશની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન કંપની અને ડાયવર્સિફાઇડ અદાણી ગ્રુપ ઓફ કંપનીઝની એક મુખ્ય લિસ્ટેડ કંપની અદાણી ટ્રાન્સમિશન લિ. (ATL) સ્વતંત્ર ડિરેક્ટર તરીકે લિસા મેક્કલમની નિમણૂકની જાહેરાત કરી છે. જેથી કંપની પર્યાવરણ, સામાજિક પ્રભાવ રોકાણ, હેતુને પાર પાડનારા ગવર્નન્સ અને વેપારના જ્ઞાન અને અનુભવના નવા સ્તરે પહોંચી શકે. એ હેતુપૂર્ણ વેપાર અને બ્રાંડ વ્યૂહરચનાકાર અને ઇન્સ્પાયર્ડ કંપનીઓની સંસ્થાપક મેક્કલમ ATLની પહેલી બિનભારતીય નેશનલ ડિરેક્ટર અને બોર્ડમાં સામેલ થનારી બીજી મહિલા ડિરેક્ટર છે. આ પગલું કંપનીએ પર્યાવરણ, સામાજિક અને કોર્પોરેટ ગવર્નન્સના દ્રષ્ટિકોણ, સ્ટેકહોલ્ડરોના જોડાણ અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના પ્રભાવને પાડવા માટે અને નેતૃત્વ અને ક્ષમતાને મજબૂત કરવા માટે એક વ્યૂહરચનાના ભાગરૂપે લીધું છે.

મેક્કલમે ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં KPMGની સાથે એકાઉન્ટિંગ, નાણાં અને કન્સલ્ટિંગ ક્ષેત્રે વ્યાવસાયિક જિંદગીનો પ્રારંભ કર્યો હતો. તેમણે અમેરિકા સ્થિત નાઇક ઇન્ક. (2001-2014)માં એક લાંબી કેરિયરનો આનંદ લીધો અને વેપારી ધોરણે અને બ્રાંડની વ્યૂહરચના માટેની ભૂમિકા ભજવતાં એક્ઝિક્યુટિવ લીટરશિપ ટીમમાં નાઇકના કોર્પોરેટ ફિલાનટ્રોફી અને ગ્લોબલ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ્સના ઉપ પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી.

લિસા મલ્ટિ સેક્ટર, ઇન્ટરનેશનલ બિલ્ડિંગ એક્સપિરિયન્સ અને ઉદ્દેશપૂર્ણ બિઝનેસ લીડરશિપની સાથે ATL બોર્ડમાં સામેલ છઈ છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ યંગ ગ્લોબલ લીડરની ભૂતપૂર્વ વિદ્યાર્થિની, સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ બિઝનેસ ગોલ્સ માટે વર્લ્ડ બેંચમાર્કિંગ એલાયન્સની ગ્લોબલ એમ્બેસેડર છે અને એક મિનિંગફુલ બિઝનેસ લીડરશિપ 100ની એવોર્ડવિજેતા છે. તેમણે હાલમાં બ્રિટિશ ટેલિકોમ પીએલસીની કોર્પોરેટ સસ્ટેનિબિલિટી બોર્ડ કમિટીમાં 2015થી 2019 સુધી સ્વતંત્ર ડિરેક્ટરનો કાર્યકાળ પૂરો કર્યો છે.

લિસા આંતરરાષ્ટ્રીય બ્રાન્ડની વ્યૂહરચનાકાર, ઉદ્દેશપૂર્ણ બિઝનેસ, ESG અને કોર્પોરેટ પરોપકારનાં ક્ષેત્રોમાં વૈશ્વિક બ્રાન્ડ્સની સાથે બહોળો અનુભવ લઈને આવ્યાં છે, એમ કંપનીના MD અને CEO અનિલ સરદાનાએ કહ્યું હતું.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]