કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના વતનમાં કોંગ્રેસનો જ સફાયો

અમદાવાદઃ કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલના વતન વિરમગામમાં કોંગ્રેસનો સફાયો થયો છે. મત ગણતરી સમયે હાર્દિક પટેલનું વતન વિરમગામ ફરીથી ચર્ચામાં આવ્યું છે. હાર્દિક પટેલના વતન વિરમગામમાં કોંગ્રેસ અપક્ષ ઉમેદવારને સમર્થન આપતી હતી. વિરમગામ નગરપાલિકામાં કોંગ્રેસ ખાતું ન ખોલાવી શક્યા.

વિરમગામમાં કોંગ્રેસનો સફાયો 

હાર્દિક પટેલના હોમટાઉન વિરમગામમાં કોંગ્રેસનો સફાયો થયો છે. વિરમગામ નગરપાલિકામાં હજી સુધી કોંગ્રેસનું ખાતું ખૂલ્યું જ નથી. અત્યાર સુધી 12 ભાજપ અને 10 અપક્ષ ઉમેદવારોની જીત થઈ છે. તાલુકા પંચાયતમાં 10 બેઠક પર ભાજપનો વિજય થયો છે. વિરમગામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને માત્ર એક બેઠક મળી છે. વિરમગામની માત્ર દલસાણા બેઠક પર જ કોંગ્રેસનો વિજય થયો છે. આમ, કોંગ્રેસ માત્ર એક બેઠક પર જ ખાતું ખોલાવી શક્યા છે. વિરમગામ પંથકમાં આવતી જિલ્લા પંચાયત ત્રણ બેઠકો પર પણ ભાજપનો વિજય થયો છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પોતાના વિસ્તારમાં કોંગ્રેસને બચાવવવામાં નિષ્ફળ નીવડ્યા છે. ઉમેદવારોને વિજય ન બનાવી શક્યા.

હાર્દિક પટેલે વિરમગામમાં મતદાન કર્યું હતું, ત્યાં કોંગ્રેસના ઉમેદવાર જ નથી. કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ કોંગ્રેસને જિતાડી ના શક્યા. અપક્ષ ઉમેદવાર કોંગ્રેસ પ્રેરિત હોવાનું હાર્દિક પટેલે જણાવ્યું હતું. તો સાથે જ વિરમગામમાં અપક્ષ ઉમેદવારો ઊભા રાખવાની વર્ષોની પરંપરા છે તેવુ પણ તેમણે કહ્યું હતું.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]