અમદાવાદઃ શહેરમાં ચોમાસામાં વરસાદની આગાહીઓ થાય એટલે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા માટે તંત્રના પ્રયત્નો શરૂ થઈ જાય. દર વર્ષે શહેરમાં પૂર્વથી પશ્ચિમ અને ઉત્તર અને દક્ષિણ વિસ્તારોમાં બે-ત્રણ કલાક સારો વરસાદ પડે એટલે ઠેર-ઠેર જળબંબોળની સ્થિતિ સર્જાય છે. વરસાદી પાણીને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો અને અન્ડરબ્રિજ ભરાઈ જતાં હોય છે.
પાણીના ઝડપી નિકાલની વ્યવસ્થા અપૂરતી હોવાથી લોકો ત્રાહિ મામ પોકારી ઊઠે છે. કોર્પોરેશનને કેટલાક નાના ગરનાળા અને મોટા અન્ડરબ્રિજમાંથી પાણી કાઢવા પંપ મૂકવા પડે છે. આ દરમિયાન એ વિસ્તારોમાંથી પસાર થતા હજારો વાહનચાલકો હેરાન-પરેશાન થઈ જાય છે. જેથી કોર્પોરેશને પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા ઊભી કરવી જ જોઈએ.
તાજેતરમાં જ પરિમલ અન્ડરબ્રિજનું સમારકામ કરાવવામાં આવ્યું હતું. અન્ડરબ્રિજની લાઇનોની સફાઈ કરવામાં આવી હતી. બીજી તરફ શહેરના નિર્ણયનગર અંડરબ્રિજનું છેલ્લા એક સપ્તાહ કરતાં વધારે સમયથી સમારકામ ચાલી રહ્યું છે. જેને કારણે એક તરફના માર્ગ પર જ વાહનો પસાર થઈ રહ્યા છે. સમગ્ર દિવસ દરમિયાન ટ્રાફિક જામ અને ગીચતાનાં દ્રશ્યો સર્જાય છે, પરંતુ સમારકામ અને સફાઈ પછી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય અને ‘અન્ડરબ્રિજ બંધ છે’ નાં પાટિયાં ના લગાડવાં પડે એટલે ઘણું…
(પ્રજ્ઞેશ વ્યાસ)