અમદાવાદ: એસ.જી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલનું ફરી એક ચર્ચામાં આવ્યું છે. જ્યાના ડોક્ટરો પર જ દર્દીના જીવ લેવાનો આરોપ પરિવાર જનો દ્વારા મુકવામાં આવ્યો છે. અત્રે નોંધનિય છે કે ખ્યાતી હોસ્પિટલે આ અગાઉ પર દર્દીને છેતર્યા હોવાની વાત સામે આવી હતી. જેમાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારે ફરી એક વખત બે લોકોને જીવ ગુમાવો પડ્યો છે.
વાત એમ છે કે,પરિવારજનોની જાણ બહાર દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકવામાં આવ્યાનો દર્દીઓએ આરોપ લગાવ્યો હતો. સોમવારે ઓપરેશનમાં બે દર્દીઓના મોતથી પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો. પરિવારજનોના હોબાળાથી ત્યાંથી જવાબદાર તબીબો અને હોસ્પિટલના સત્તાધીશો ગાયબ થઈ ગયાં હતાં. વહેલી સવારથી જ હોબાળા બાદ સ્વાસ્થ્ય મંત્રીએ પણ તપાસના આદેશ આપી દીધાં હતાં. ત્યારે સમગ્ર ગુજરાતમાં આ ઘટનાના પડઘા પડ્યા બાદ હવે ખ્યાતિ હોસ્પિટલના CEO અને ડિરેક્ટરે પોતાનો લૂલો બચાવ કર્યો છે.
ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતે પોતાનો લૂલો બચાવ નિવેદન આપ્યુ હતું કે, અમે બોરિસણા ગામમાં મેડિકલ કેમ્પનું આયોજન કર્યુ હતું, જેમાં 20 જેટલા દર્દી ત્વરિત સારવારની જરૂર હોવાથી હોસ્પિટલ આવવાનું કહેવામાં આવ્યુ હતું. જે બાદ તમામ દર્દીઓ સ્વેચ્છાએ જ ખ્યાતિ હોસ્પિટલમાં આવ્યા હતા. કોઈપણ દર્દીને જબદસ્તી અહીં લાવવામાં નથી આવ્યાં. તમામ દર્દીઓ પોતાની મરજીથી જ અહીં આવ્યા હતાં. હાલ તમામ દર્દીની સારવાર પણ પૂર્ણ થઈ ચૂકી છે અને બધાં જ દર્દીઓને રજા પણ આપી દેવાઈ છે. અહીં આવ્યા બાદ કાર્ડિયોલોજિસ્ટ દ્વારા તેમના એસેસમેન્ટ રિપોર્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં સારવાર અર્થે તેમની એન્જિયોગ્રાફી કરવામાં આવી. તેમાંથી જરૂર પડ્યે સાત દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેમાંથી ક્રિટિકલ કન્ડિશનના કારણે બે દર્દીઓના મૃત્યુ થયા હતાં. જેના માટે અમે તેમના પરિવાર માટે ખૂબ જ આશ્વાસન રાખીએ છીએ અને અમને તેમના માટે ઘણી સાંત્વના છે. પોલીસ હાલ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને તપાસમાં અમારા તરફથી બને એટલો સંપૂર્ણ સહયોગ આપવા માટે બંધાયેલા છીએ.
આ સિવાય ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર રાજેન્દ્ર ખાબોટનું નિવેદન પણ સામે આવ્યું છે. ડિરેક્ટરે જણાવ્યું કે, જે દર્દીના મોત થયાં છે તેનું જવાબદાર ભગવાન છે. દર્દીઓની સારવાર યોગ્ય પ્રોટોકોલ મુજબ કર્યા હોવા છતાં યશ મળતો નથી. દર્દીના મોત પર પોલીસ તપાસ કરી રહી છે, તેમાં અમે સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ. 90 થી 120 દર્દીઓ કેમ્પમાં આવ્યા હતાં, જેમાંથી 19 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા. જેમાંથી ફક્ત 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. કારણકે, તેમની ધમનીઓ બંધ દેખાઈ. નળીઓ બંધ હોય તો જ અમે એન્જિયોપ્લાસ્ટી કરીએ. તે પણ ઈસીજી દરમિયાન જ દર્દીઓને બોલાવવામાં આવ્યા હતાં. અમે ધમની બંધ ન હોય તો શું કામ એન્જિયોપ્લાસ્ટી કરીએ? સાતમાંથી પાંચ પણ સાજા છે અને ડિસ્ચાર્જ થઈ જશે.