અમદાવાદ: આ વર્ષે અલનીનોની જગ્યા પર વાતાવરણ લલનીનોમાં ફેરવાય જતા, સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 1994થી 2023 સુધીમાં સામાન્ય રીતે 36 ઈંચ જેટલો વરસાદ નોંધાતો હોય છે. ત્યારે આ વર્ષે 50 ઈંચ સુધી વરસાદ વરસી ગયો છે. હવે પ્રકાશ પર્વ શ્રુંખલાનો પ્રાંરભ થયો છે, ત્યારે અસામાન્ય તાપ વરસી રહ્યો છે. સમગ્ર દેશમાં સૌથી વધુ તાપમાન ગુજરાત અને રાજસ્થાનમાં નોંધાઈ રહ્યું છે. સોમવારે તાપમાનનો પારો ભૂજ અને ડીસામાં 41 સેલ્સિયસ અને રાજકોટમાં 40 સેલ્સિયસે પહોંચી જતા બપોરે અસહ્ય ઉકળાટ અનુભવાયો હતો.
મળતી માહિતી અનુસાર અમદાવાદ, ગાંધીનગર, કંડલા, અમરેલી, સુરેન્દ્રનગરમાં પણ તાપમાનનો પારો 38 સેલ્સિયસને પાર થયો હતો. જે આ સમયમાં અસામાન્ય તાપ દર્શાવે છે. સવારનું તાપમા ન હજુ પણ 20 સેલ્સિયસ નીચે ઉતરતું નથી. રાજકોટમાં આ સમયે સવારના 15 સેલ્સિયસ તાપમાને ગુલાબી ઠંડી અનુભવાતી હોય તેના બદલે સોમવારે 21 સેલ્સિયસ એટલે કે 5.7 સેલ્સિયસ વધારે તાપમાન રહ્યું હતું અને બપોરનું તાપમાન હાલ 26 સેલ્સિયસ આસપાસને બદલે 39.6 સેલ્સિયસ નોંધાયુ છે. દિવાળી પૂર્વેના સમયમાં મિશ્ર હવામાન સામાન્ય છે, કારણ કે બે ઋતુ ભેગી થતી હોય છે પરંતુ, આ વખતે કથળેલા ક્લાઈમેટની પ્રતીતિ કરાવતી સ્થિતિ જુદી છે જેમાં સવાર-બપોરના તાપમાન વચ્ચે 17થી 19 સેલ્સિયસ સુધીનો ફરક તો છે તે ઉપરાંત ન્યુનત્તમ ? અને મહત્તમ એ બન્ને તાપમાન સામાન્ય કરતા 3થી 6 સેલ્સિયસ વધારે રહે છે. નોંધનીય છે કે હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર પાંચ નવેમ્બર બાદ દિવસનું તાપમાન તબક્કાવાર ઘટવા લાગશે. આ જ સમયગાળા દરમિયાન લધુતમ તાપમાન 19 ડિગ્રી સુધી જતાં ઠંડીનો ચમકારો અનુભવાશે. આજે 10 શહેરમાં 36 ડિગ્રીથી વઘુ તાપમાન હતું. જેમાં કંડલા એરપોર્ટ ઉપરાંત ભુજ, ડીસામાં પારો 40 ડિગ્રીથી વઘુ હતો.