21 મી જૂનને વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ‘સ્વયં અને સમાજ માટે યોગ’ થીમ પર રાજ્યમાં પણ વિવિધ જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગાંધીનગરના જીમખાના સેકટર ૧૯ ના સ્વીમર્સ દ્વારા જળયોગથી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.
વિશ્વ યોગ દિવસ ૨૧મી જૂનની અનોખી ઉજવણી ગાંધીનગર સેકટર – ૧૯ જીમખાનાના ૩૦ જેટલા સ્વીમર્સે સ્વીમીંગ કોચ રાકેશ ભટ્ટ (મામા)ના માર્ગદર્શનમાં સ્વીમીંગપુલમાં જળયોગ દ્વારા કરી હતી. આ પુલમાં નિયમિત અને સ્વીમીંગ માટે આવતા વરીષ્ઠ સ્વીમર ઉદય વૈશ્નવે તાડાસન,પદ્માસન વગેરે આસનો પાણીની સપાટી પર રહીને કર્યા હતા.
ઉલ્લેખનીય છે આજે વિશ્વભરમાં જુદા-જુદા ક્ષેત્રના લોકો ભિન્ન-ભિન્ન રીતે યોગ દિવસની ઉજવણી કરે છે ત્યારે આ સ્વીમર્સ દ્ધારા કરવામાં આવેલી યોગ દિવસની ઉજવણી અનોખી હતી. ઉલ્લેખનીય છે કે ‘વિશ્વ યોગ દિવસે જમીન ઉપર યોગ કરીને ઉજવણી કરવાની સાથે હવે પાણીમાં પણ ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે પાણીમાં યોગ કરવામાં ખૂબ સાવચેતી રાખવી પડતી હોય છે. ત્યારે આ સ્વીમર્સે જળયોગ દ્ધારા અનેક પ્રકારના યોગ કર્યા.