આ સ્પર્ધાના વિજેતાઓ માટે યોજાશે વિશેષ સમારોહ

ગાંધીનગર- માર્ચ માસમાં યોજાયેલી હેકેથોન સ્પર્ધાના વિજેતાઓ માટે ટૂંકસમયમાં રાજ્ય સરકાર દ્વારા ખાસ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. ગાંધીનગરમાં હેકેથોન વિનર્સ મીટ અને પારિતોષિક વિતરણ સમારોહ યોજવાની તમામ તૈયારીઓ થઇ ગઇ છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલીસી સેલ તેમ જ ગુજરાત નોલેજ સોસાયટી દ્વારા આ કાર્યક્રમ યોજાશે.રાજ્યભરમાં ‘સ્માર્ટ ગુજરાત ફોર ન્યુ ઇન્ડિયા’ હેકેથોન-૨૦૧૮નું ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવેલું. જેમાં 11 યુનિવર્સિટીની 62 કોલેજોના 917 વિદ્યાર્થીઓની 153 ટીમો દ્વારા 90 જેટલા પડકારોના ઉકેલ માટે પ્રોજેકટ્સ રજૂ કરાયા હતા. આ હેકેથોનમાં વિજેતા નીવડવા ઉપરાંત નેશનલ હેકેથોનમાં વિજેતા થયેલા અને હેકેથોનમાં શ્રેષ્ઠ સહયોગી બનેલા વિભાગો અને સંસ્થાઓને સીએમ વિજય રૂપાણીના હસ્તે ૧૬ મે બુધવારે બપોરે પારિતોષિક એનાયત કરીને સન્માન કરાશે.

વિવિધ પડકારોના ઉકેલ માટેની એવોર્ડ વિજેતા કૃતિઓ પણ આ સાથે સાબરમતી હૉલ ખાતે બપોરે 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી પ્રદર્શિત કરાશે.

ફાઇલ ચિત્ર

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]