અમદાવાદ – જાણીતાં શિલ્પકાર સોનલ અંબાણીની શિલ્પ કૃતિઓનું એક પ્રદર્શન આવતી 25 જાન્યુઆરી, 2020થી 25 માર્ચ, 2020 સુધી કોલકાતાના કોલકાતા સેન્ટર ફોર ક્રીએટિવિટી ખાતે યોજવામાં આવનાર છે. આ પ્રદર્શનને ‘ટ્રેન્સેન્ડેન્ટલ ટાઈમ, એન આર્ટ એક્સપીરિયન્સ’ નામ આપવામાં આવ્યું છે.
આ કાર્યક્રમની પ્રસ્તુતિ કોલકાતા સેન્ટર ફોર ક્રીએટિવિટી દ્વારા કરવામાં આવનાર છે.
આ શો ‘ઈન્ડિયા આર્ટ ફેર પેરેલલ પ્રોગ્રામ’નો એક હિસ્સો પણ છે.
શિલ્પકાર સોનલ અંબાણીએ એમની રચનાત્મક સફરનો આરંભ ત્રણ દાયકા પહેલાં કર્યો હતો. એમણે જુદા જુદા માધ્યમ તથા સ્ટાઈલ સાથે શિલ્પકૃતિઓ બનાવી છે. એમની કૃતિઓ પ્રકૃતિ અને શહેરીકરણ વચ્ચેના અંતરને દૂર કરવા સેતુ સમાન કામ કરે છે. એમની મોટા ભાગની કૃતિઓમાં થીમ તરીકે એમનું પ્રતિકાત્મક શાંતિ ચિન્હ જોવા મળે. એમણે બનાવેલો સ્ટેનલેસ સ્ટીલનો હાથી ‘એલીગન્સ ઈન સ્ટીલ’ 2015માં ઈન્ડિયા આર્ટ ફેરમાં મૂકવામાં આવ્યો હતો, એને સ્વિટ્ઝરલેન્ડના કલાપ્રેમીએ ખરીદ્યો હતો.
