પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, શિવભક્તોની અનહદ આસ્થાની સરવાણી શરુ

સોમનાથ– આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે. આ માસમાં શિવપૂજન-અર્ચન-યજનનો ખૂબ જ મહિમા ગાવામાં આવ્યો છે. ગુજરાતની ધર્મપ્રેમી જનતાને ગુજરાતમાં પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથદાદાના દર્શને જવા માટે આજથી તાંતો લાગશે. સોમનાથ મહાદેવ મંદિરે દાદાના દર્શન કરી કૃતાર્થતા અનુભવવા સાથે પવિત્ર શ્રાવણ માસમાં પાર્થિવ શિવલિંગ પૂજા પણ મહાદેવમાં દ્રઢાનુરાગી ભક્તો દ્વારા કરવામાં આવે છે.

પવિત્ર શ્રાવણ માસના આરંભે આજે સોમનાદાદાની દર્શન આરતીનો લહાવો માણવા વિડિયો જૂઓઃ