ગાંધીનગરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN)ના આશરે 11 પીએચડી સ્કોલર્સને મે, 2021માં પ્રતિષ્ઠિત વડા પ્રધાન રિસર્ચ ફેલો (PMRF યોજના અંતર્ગત) માટે પસંદ કરવામાં આવ્યા છે. આ સાથે IITGNમાં હવે PMRF યોજના ફેલો 21 થયા છે.
PMRF ઉમેદવારોની પસંદગી રાષ્ટ્રીય સ્તરે એક મુશ્કેલ પ્રક્રિયાના માધ્યમથી કરવામાં આવે છે.
પ્રધાન મંત્રી રિસર્ચ ફેલોશિપ યોજના માટે ગેટ ( GATE) અને ડિગ્રીની જરૂરિયાતોમાં CGPAમાં આઠ અથવા એના સમકક્ષ સિવાય ઉમેદવારોને રિસર્ચ મેટ્રિક્સ ઓફ રિસર્ચ એક્સપોઝર, પબ્લિકેશન્સ, ઇન્ટરનેશનલ સ્પર્ધામાં પર્ફોર્મન્સ ( જેમાં મેથ ઓલિમ્પિયાડ, ACM ICPC પ્રોગ્રામિંગ કોન્ટેસ્ટ) ગ્રેડસ, ભલામણ પત્રને આધારે મૂલ્યાંકન થાય છે. એમાં પસંદગી એક મજબૂત રિસર્ચ દરખાસ્તની માગ કરે છે અને લોકપ્રિય પત્રિકાઓ અને સંમેલનોમાં નોંધપાત્ર મહત્ત્વ આપવામાં આવે છે.
આ વર્ષે PMRF પેલોશિપ પ્રાપ્ત કરનારા પીએચડી સ્કોલર્સમાં જે લોકો સમાવેશ થાય છે, એમાં આલોક કુમાર ઠાકુર-અર્થ સાયન્સિસ, ગોકુલ ક્રિષ્ણા બી-ફિઝિક્સ, ઇન્દ્ર મણિ ત્રિપાઠી- અર્થ સાયન્સિસ, મલય વ્યાસ- મેકેનિકલ એન્જિનિયરિંગ, રિશિરાજ અધિકારી-કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ, ડી શારદા દેવી- ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, શ્રુતિ સિંહ-કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ, સૂરજ શામરાવ બોરાટે-મેકેનિકલ એન્જિનિયરિંગ, સુરભિ ખેવલ- કેમિકલ એન્જિનિયરિંગ, ઉથારા બ્રહદીશ- કોગ્નિટિવ સાયન્સ, વિવેક કુમાર સિંહ-મટીરિયલ્સ એન્જિનિયરિંગનો સમાવેશ થાય છે. તેઓ IITGNમાં રિસર્ચ અને ડેવલપમેન્ટના વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે.
IITGNન પીએચડી સ્કોલર્સના આ અથાગ પ્રયાસની પ્રશંસા કરતાં સંસ્થાના ડિરેક્ટર પ્રો. સુધીર જૈને કહ્યું હતું કે આ સંસ્થા માટે ગર્વની ક્ષણ છે. અમારા પીએચડી સ્કોલર્સ સંસ્થાનું નામ ઊંચુ કરી રહ્યા છે. સંસ્થા આ રિસર્ચ ફેલોને ઉત્કૃષ્ટ ફેકલ્ટી સંસશોધન માટે સુવિધા આપી રહી છે. અમે અમારાં સંશોધનો અને રિસર્ચનું સમાજમાં યોગદાન આપવા માટે તત્પર છે.