તલગાજરડાસ્થિત ‘ચિત્રકૂટ ધામ’ની મુલાકાતે આવ્યા રાષ્ટ્રપતિ કોવિંદ

ભાવનગરઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ આજે ભાવનગર જિલ્લાના તલગાજરડાસ્થિત પ્રસિધ્ધ રામાયણી મોરારીબાપુના આશ્રમ ‘ચિત્રકુટધામ’ની મુલાકાત લીધી હતી. મોરારીબાપુ સાથે સમગ્ર આશ્રમ પરિસરની મુલાકાત લઈને કોવિંદ અભિભૂત થયા હતા. રાષ્ટ્રપતિની સાથે એમના પત્ની સવિતા ગોવિંદ પણ હતાં.

ભાવનગરની બે દિવસીય મુલાકાતના આજે પ્રથમ દિવસે કોવિંદ પૂ. મોરારીબાપુના આશ્રમ તલગાજરડા ખાતે પહોંચ્યાં હતાં. આશ્રમમાં એમણે શ્રધ્ધાપૂર્વક અને ભક્તિભાવપૂર્વક ભાવવંદના કરી હતી. ત્યારબાદ આશ્રમ પરિસરની મુલાકાત લઈને મોરારીબાપુ સાથે આધ્યાત્મિક સંવાદ કર્યો હતો. આ અવસરે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

– સુનિલ પટેલ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]