સાયન્સ સિટીએ કર્યું ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી લોકો અને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ વધે તેના માટે સતત પ્રયત્નશીલ છે અને તેના માટે   અવાર નવાર વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન ગુજરાત સાયન્સ સિટી દ્વારા કરવામાં આવતું રહે છે.

ત્યારે સમગ્ર રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં ગુજરાત સાયન્સ સિટી દ્વારા ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે ભવ્ય ક્વિઝ કોમ્પિટિશન અને ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 300થી વધુ શાળાઓના 10 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આગામી થોડા દિવસોમાં ગુજરાત સાયન્સ સિટી દ્વારા ધોરણ -7 ના વિદ્યાર્થીઓ માટે પણ આવી ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવશે.