અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવ્યા પછી મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કર્યું હતું. તેમણે ત્યાર બાદ થલતેજમાં એક જાહેર સભા સંબોધી હતી. તેમણે કહ્યું હતુ કે વંદે ભારત ટ્રેન માટે હું અંદાજ માંડી શકું છું કે વિમાનમાં પ્રવાસ વેળાએ જેટલો અવાજ આવે છે એ કરતાં વંદે ભારતમાં ટ્રેનમાં અવાજ સો ગણો ઓછો આવે છે. આગામી વર્ષના ઓગસ્ટ સુધીમાં 75 વંદે ભારત ટ્રેન ચાલાવના લક્ષ્ય પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. વંદે ભારત ટ્રેન 52 સેકન્ડમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડે છે.વડા પ્રધાનની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલ અને કેન્દ્રીય પ્રધાનો હાજર હતા.
તેમણે જણાવ્યું હતું કે દેશમાં બે ડઝનથી વધુ શહેરોમાં મેટ્રો ચાલી રહી છે. મને BRTS બસના પ્રથમ પ્રવાસનો આ સાથે જ વડા પ્રધાને શહેરોને આધુનિક બનાવવાની પણ વાત કરી હતી.
વડા પ્રધાને અમદાવાદની પ્રશંસા કરતાં કહ્યું હતું કે નવરાત્રિના દિવસોમાં આટલી જનમેદની મેં પહેલી વાર જોઈ છે. અમદાવાદે મારું દિલ જીતી લીધું છે. અમદાવાદને મારા સો-સો સલામ. અમદાવાદી દરેક વસ્તુમાં આર્થિક લાભ ગોતી લે છે, એમ તેમણે કહ્યું હતું. સમય સાથે શહેરોને આધુનિક બનાવવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે ટ્વિન સિટીનો વિકાસ કેવી રીતે થાય છે એ માટે ગાંધીનગર અને અમદાવાદ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
Launching railway projects for ensuring seamless connectivity and fast tracking growth. Watch from Ahmedabad… https://t.co/Qvr6o99a5B
— Narendra Modi (@narendramodi) September 30, 2022
તેમણે કહ્યું હતું કે ગાંધીનગર રેલવે સ્ટેશન દુનિયાના કોઈ પણ એરપોર્ટ કરતાં ઓછું નથી. બે દિવસ પહેલાં ભારત સરકારે અમદાવાદ રેલવે સ્ટેશનને આધુનિક બનાવવાની મંજૂરી આપી છે. શહેર આવનારાં 25 વર્ષમાં વિકસિત ભારતના નિર્માણમાં મહત્ત્વનો ભાગ ભજવવાનાં છે.