અમદાવાદઃ શહેરમાં રાષ્ટ્રીય એવોર્ડવિજેતા રાજેશ સાગરની ઉત્કૃષ્ટ કલાકૃત્તિઓનું પ્રદર્શન યોજાયું છે, જેમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની પદ્ધતિને બખૂબી દર્શાવવામાં આવ્યું છે, જેથી શહેરના વિવિધ ઓટો રિક્ષા એસોસિયેશનોના પ્રતિનિધિઓએ આ એક્ઝિબિશનનની મુલાકાત લીધી હતી અને તેમનો આભાર માન્યો હતો.
આ એક્ઝિબિશનમાં બ્લેક માર્બલથી નિર્મિત ચાર ટનની ઓટો-રિક્ષાની મૂર્તિ અન્ય ઉત્કૃષ્ટ કલાકૃતિઓમાંની એક છે, જે અમદાવાદ સાથે રિક્ષાનો આંતરિક સંબંધ દર્શાવે છે.આ એક્ઝિબિશન અમદાવાદના 611મા જન્મદિવસે 26 ફેબ્રુઆરીએ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જેનું આયોજન ગેલેરીરા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ ઓટો-રિક્ષાને અમદાવાદના અભિન્ન અંગે રૂપે વ્યાપક સ્વીકાર કરવામાં આવ્યો છે અને એક્ઝિબિશનમાં એના સ્કલ્પચરને સામેલ કરવું સહજ હતું. રાજેશ સાગરે ઓટો-રિક્ષા એસોસિયેશનોને એક્ઝિબિશનની મુલાકાત લઈને પ્રોત્સાહન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટી લાઇબ્રેરીની લોનમાં આ એક્ઝિબિશન સાંજે ચારથી રાત્રે આઠ કલાક સુધી ચાલશે અને એનું સમાપન 12 માર્ચે થશે.
,