અમદાવાદઃ ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB)નું ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી વિદ્યાર્થીઓ પરિણામ જાણી શકે છે. કુલ 1,43,278 પરીક્ષાર્થીઓ, જેમાંથી 1,42,117 ઉપસ્થિતિ રહ્યાં હતાં. જેમાં વર્ષ 2019-20ન નિયમિત વિદ્યાર્થીઓ 1,16,643 નોંધાયેલા હતાં. જે પૈકી 1,16,494 પરીક્ષાર્થીઓ ઉપસ્થિતિ હતાં. આ પૈકી 83,111 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવા પાત્ર છે. કુલ પરિણામ 71.34 ટકા જેમાંથી 71.69 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા તો 70.85 ટકા વિદ્યાર્થીનીઓ પાસ થઈ. ગત વર્ષે 71.90 ટકા પરિણામ આવ્યું હતું. A ગ્રુપ એટલે ગણિત સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પરિણામ 76.62 ટકા અને B ગ્રુપ એટલે બાયોલોજી સાથે ભણતા વિદ્યાર્થીઓનું પરિણામ 68.21 ટકા જ્યારે A અને B બંને ગ્રુપમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 25 હતી જેમાંથી 17 વિદ્યાર્થી પાસ કુલ પરિણામ 68 ટકા આવ્યું. ગત વર્ષ કરતા આ વર્ષ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં 0.56 ટકા ઘટાડો નોંધાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સૌથી વધુ ધ્રોલ કેન્દ્રનું 91.42 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે રાજકોટ જિલ્લો 84.69 ટકા સાથે પ્રથમ રહ્યો છે. સૌથી ઓછા પરિણામની વાત કરીએ તો લીમખેડાનું 23.02 ટકા પરિણામ નોંધાયું છે. છોટા ઉદેપુર જિલ્લાનું પરિણામ 32.64 ટકા રહ્યું છે. રાજ્યમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 36 છે. જ્યારે 68 શાળાઓમાં 10 ટકાથી ઓછું પરિણામ આવ્યું છે. આપણે જણાવી દઈએ કે A1 ગ્રેડ વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 44 છે. જ્યારે A2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 2,576 નોંધાઈ છે.
મળતી માહિતી પ્રમાણે ગુજરાતી કરતા અંગ્રેજી માધ્યમનું પરિણામ વધુ રહ્યું છે. અંગ્રેજી માધ્યમનું 74.02 ટકા પરિણામ નોંધાયું છે. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 7.77 ટકા રહ્યું છે. A ગ્રુપનું 76.62 ટકા, B ગ્રુપનું 68.21 ટકા પરિણામ નોંધાયું છે. ઉપરાંત, પરીક્ષામાં ગેરરીતિના કુલ 127 કેસ નોંધાયા.
જિલ્લા અનુસાર રિઝલ્ટની વાત કરીએ તો, અમદાવાદ શહેરનું 74.58 ટકા, અમદાવાદ ગ્રામ્યનું 77.91 ટકા, અમરેલીનું 65.16 ટકા, કચ્છનું 74.69 ટકા, ખેડાનું 63.64 ટકા, જામનગરનું 80.88 ટકા, જૂનાગઢનું 72.19 ટકા, ડાંગનું 68.81 ટકા, પંચમહાલનું 52.93 ટકા, બનાસકાંઠાનું 76.60 ટકા, ભરૂચનું 63.14 ટકા, ભાવનગરનું 80.81 ટકા, મહેસાણાનું 78.71 ટકા, વડોદરાનું 73.86 ટકા, વલસાડનું 55.70 ટકા, સાબરકાંઠાનું 66.32 ટકા, સુરતનું 77.25 ટકા, સુરેન્દ્રનગરનું 79.68 ટકા, આણંદનું 62.05 ટકા, પાટણનું 74.92 ટકા, નવસારીનું 65.06 ટકા, દાહોદનું 33.23 ટકા, પોરબંદરનું 69.89 ટકા, નર્મદાનું 36.93 ટકા, ગાંધીનગરનું 73.90 ટકા, તાપીનું 41.09 ટકા, અરવલ્લીનું 62.26 ટકા, બોટાદનું 81.09 ટકા પરિણામ આવ્યું છે.