રાજ્યમાં કોરોનાના નવા 348 કેસઃ કુલ આંકડો 10989

અમદાવાદઃ ગુજરાતમાં 16 મેના રોજ કોરોનાના નવા કેસ અંગે માહિતી આપતા આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 348 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 10989 પર પહોંચી ગયો છે. આમ, હવે આવતીકાલે રવિવાર સુધીમાં ગુજરાત 11 હજારનો આંકડો પણ પાર કરી તેવી શક્યતા છે. તો છેલ્લા 24 કલાકમાં 19 લોકોના મોત નિપજ્યાં છે. સાથે જ ગુજરાતમા રિકવર દર્દીઓનો આંકડો પણ વધ્યો છે. અત્યાર સુધી ગુજરાતમાંથી કુલ 4308 દર્દીઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે. તો આજે કુલ 273 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. તો અમદાવાદ શહેરમાં આજે 264 નવા કેસ નોંધાયા છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 348 પોઝિટિવ કેસોની વાત કરીએ તો, અમદાવાદમાં 264, વડોદરામાં 19, સુરતમાં 34, રાજકોટમાં 1, ભાવનગરમાં 4, ગાંધીનગરમાં 6, પાટણમાં 3, પંચમહાલમાં 1, મહેસાણા-દાહોદમાં 2-2 કેસ, ખેડામાં 6, જુનાગઢમાં 1, સાબરકાંઠામાં 3 અને વલસાડમાં 2 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવનાં કુલ 10989 પોઝિટિવ દર્દીઓ થયા છે. જેમાંથી 46 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો 6010 દર્દીઓ સ્ટેબલ છે. અને કુલ ડિસ્ચાર્જ 4308 થયા છે. અને કુલ 625 દર્દીઓનાં મોત નિપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં 19 મોતનાં વાત કરીએ તો, અમદાવાદમાં 14, સુરતમાં 2, ભાવનગર-ગાંધીનગર અને બનાસકાંઠામાં 1-1 દર્દીઓનાં મોત નિપજ્યા છે.