અમદાવાદઃ રાજ્યના અનેક વિસ્તારોમાં લાંબા ગાળાના વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી હતી. ત્યારે આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. મહત્વનું છે હજી આગામી બે દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં વરસાદની બીજી ઇનીંગ શરૂ થઇ છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અમદાવાદ-ગાંધીનગર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં કપડવંજ તાલુકામાં ૧૫૦ મી.મી. એટલે કે ૬ ઇંચ, ગોધરા તાલુકામાં ૧૩૪ મી.મી. અને માતર તાલુકામાં ૧૨૨ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે સવારે ૭-૦૦ કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન ગાંધીનગર તાલુકામાં ૧૧૧ મી.મી., સાણંદ અને શહેરામાં ૧૧૦ મી.મી., સાયલામાં ૧૦૬ મી.મી., અમદાવાદ શહેરમાં ૧૦૪ મી.મી., જેતપુર-પાવીમાં ૧૦૩ મી.મી. અને બાલાશિનોરમાં ૧૦૦ મી.મી., ગળતેશ્વર અને બાવળામાં ૯૯ મી.મી. મળી કુલ આઠ તાલુકાઓમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
તો આ ઉપરાંત પેટલાદમાં ૫૬ મી.મી., ખેડા-વસો-વઘઇમાં ૯૫ મી.મી., ખંભાતમાં ૯૭ મી.મી., મૂળી અને મહેમદાવાદ અને ડભોઇમાં ૮૯ મી.મી., માંગરોળમાં ૮૮ મી.મી., ચોટીલામાં ૮૭ મી.મી., તારાપુરમાં ૮૬ મી.મી., દહેગામમાં ૮૫ મી.મી., આણંદમાં ૮૩ મી.મી., વાગરામાં ૮૧ મી.મી., કઠલાલમાં ૮૦ મી.મી., કડીમાં ૭૯ મી.મી., પોશીના અને નડિયાદમાં ૭૮ મી.મી., મહુધામાં ૭૬ મી.મી., માણસા અને વઢવાણમાં ૭૪ મી.મી. મળી કુલ ૨૧ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયેલ છે.
તો આ તરફ વ્યારા તાલુકામાં ૭૨ મી.મી., ધ્રાંગધ્રામાં ૭૧ મી.મી., દાંતીવાડામાં ૭૦ મી.મી., બોરસદમાં ૬૯ મી.મી., મેઘરજમાં ૬૬ મી.મી., લીંબડીમાં ૬૫ મી.મી., હિંમતનગર અને બરવાળામાં ૬૪ મી.મી., કરજણમાં ૬૩ મી.મી., મોડાસા અને ધંધુકામાં ૬૧ મી.મી., ગાંધીનગર અને હાલોલમાં ૫૮ મી.મી., ભચાઉમાં ૫૭ મી.મી., વડોદરામાં ૫૬ મી.મી., ઉમરપાડામાં ૫૫ મી.મી., ઇડર અને કાલોલમાં ૫૪ મી.મી., સતલાસણા-ધોળકા-દેવગઢ-બારીયામાં ૫૩ મી.મી., વડાલી, લખતરમાં ૫૨ મી.મી. અને વલ્લભીપુરમાં ૫૧ મી.મી. મળી કુલ ૨૬ તાલુકાઓમાં બે ઇંચથી વધુ જ્યારે અન્ય ૭૩ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.