રથયાત્રાને લઈ રેલ્વે મુસાફરોને નહીં થાય મુશ્કેલી..

અમદાવાદ: ભગવાન જગન્નાથજીની નગરચર્યા પર નીકળવાને ગણતરીના દિવસો બાકી છે. રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવમાં આવી રહી છે. ત્યારે કેટલાક રસ્તા બંધ કરવામાં આવશે. તો રથયાત્રાને લઈ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.  રથયાત્રાના દિવસે અનેક રસ્તાઓ બંધ રહેશે.

  જેમાં જગન્નાથ મંદિર પાસે જમાલપુર ચાર રસ્તા, ફૂલ બજાર, ખમાસા પાસેનો રોડ સવારે બે વાગ્યાથી રથયાત્રા પૂર્ણ ના થાય ત્યાં સુધી બંધ રહેશે. આ ઉપરાંત આસ્ટોડિયા સર્કલથી રાયખડ સુધીનો રોડ સવારે 5 થી 11 અને સાંજે રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ રહેશે. ગીતા મંદિર બસ સ્ટેન્ડ જતા લોકો જમાલપુર બ્રિજથી અસ્તોડિયા થઈ જઈ શકશે. રથયાત્રા દરમિયાન સારંગપુર સર્કલથી કાલુપુર સુધીનો રોડ બંધ રહેશે. તો કાલુપુર સર્કલથી પ્રેમ દરવાજા સુધીનો રસ્તો 9.30થી 4.30 વાગ્યા સુધી બંધ રહેશે. જ્યારે દર્શને આવતા લોકો માટે પાર્કિંગ પ્લોટની સુવિધા પણ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે રથયાત્રા દરમિયાન રેલ્વેના મુસાફરોને મુશ્કેલીના પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં રથયાત્રાને લઈને ટ્રાફિક પોલીસે ખાસ વ્યવસ્થા ઊભી કરી છે. જેમાં કાલુપુર રેલવે સ્ટેશન જવા માટે પોલીસની બે વાનનો ઉપયોગ કરી શકાશે. એક સારંગપુર અને એક દરિયાપુરથી મુસાફરોને બેસાડી રેલવે સ્ટેશન પહોંચાડશે. ટ્રેનની ટિકિટ બતાવી પોલીસ વાનનો ઉપયોગ કરી શકાશે. જગન્નાથ મંદિર પાસે જમાલપુર ચાર રસ્તા, ફૂલ બજાર, ખમાસા પાસેનો રોડ સવારે બે વાગ્યાથી રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રહેશે.