મોદીજી પોતાના મનની વાત કરે છે અમે તમારા મનની વાત કરીએ છીએઃ રાહુલ ગાંધી

છોટાઉદેપુરઃ ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીને લઈને રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. રાહુલ ગાંધીએ આજે છોટાઉદેપુરના પાવીજેતપુર ખાતે કોંગ્રેસ આયોજિત આદિવાસી સંમેલનમાં સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર આક્ષેપો કરતા કહ્યું કે મોદી ગુજરાતના ભવિષ્ય માટે એકપણ શબ્દ બોલ્યાં નથી.

-કોંગ્રેસે દરેક સમાજ સાથે વાત કરીને મેનિફેસ્ટો તૈયાર કર્યો છે
-ભાજપે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો નથી
-મોદી વિદેશની વાતો કરે છે પણ ગુજરાતના ભવિષ્ય માટે મોદીના મોઢામાંથી એક શબ્દ બોલ્યાં નથી
– આ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ-ભાજપ માટે નથી પરંતુ ગુજરાતની જનતા માટે છે
– મોદી ગુજરાતના આદિવાસીઓ અને ખેડૂતો માટે કંઈજ ન કહેતા હોવાનો રાહુલ ગાંધીનો આક્ષેપ
– મે ખેડૂતો, મજૂરો અને આદિવાસીઓને મળીને તેમની સાથે વાત કરી છે
– મોદીજી પોતાના મનની વાત કરે છે અમે તમારા મનની વાત કરીએ છીએ
-અમારી સરકાર આવશે તો અમારા સીએમ તમારા મનની વાત કરશે
-સરકાર જમીન લે તો યોગ્ય વળતર મળવું જોઇએ

– ભાજપ સરકારે તમારા લોકો પાસેથી સાડા છ લાખ એકર જમીન છીનવી લીધી છે અને યોગ્ય વળતર આપ્યું નથી
-આદિવાસીઓને જળ, જગંલ અને જમીન મળવી જોઇએ અને સાથે તેમને પાંચ વર્ષમાં પાકા ઘર મળવા જોઈએ
-આદિવાસી વિસ્તારોમાં સ્કૂલ-કોલેજ બનવી જોઇએ

– યુપીએ સરકારે મનરેગા યોજનામાં 33 હજાર કરોડ રૂપિયા નાંખ્યા હતા અને બીજીતરફ મોદી સરકારે 33 હજાર કરોડ રૂપીયા નેનો કંપનીને આપ્યા છે.

– ગુજરાતના આદિવાસીઓને વીજળી મળતી નથી અને ટાટા નેનોને 24 કલાક વીજળી મળે છે

– નેનો કંપની સરકારે આટલા રૂપિયા, વીજળી અને જમીન આપી છતાં આજે ગુજરાતમાં ક્યાંય ટાટા નેનો જોવા મળતી નથી