અમદાવાદઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવી રહી છે. જેથી ગુજરાત સહિત દેશમાં EDની ઓફિસની બહાર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. શહેરમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા મોટી સંખ્યામાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આ વિરોધ પ્રદર્શનમાં પહેલા ગુજરાત કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ પહેલા GMDC પહોંચ્યા હતા.
જોકે તેમને EDની ઓફિસ સુધી આગેકૂચ કરવાની મંજૂરી નહોતી આપવામાં આવી, જેથી તેઓ કાર્યકર્તાઓ અને નેતાઓ ત્યાં જ બેસીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.
દેશમાં મોંઘવારી અને બેરોજગારી જેવા પ્રશ્નોનું નિરાકરણ લાવવાને બદલે તાનશાહી ભાજપ સરકાર વિપક્ષના નેતાઓને ખોટી રીતે હેરાન કરી રહી છે.#IndiaWithRahulGandhi pic.twitter.com/XrQUDWSkPB
— Gujarat Congress (@INCGujarat) June 13, 2022
પ્રદેશાધ્યક્ષ જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા, અમિત ચાવડા અને પરેશ ધાનાણી સહિતના નેતાઓ દ્વારા EDની કાર્યવાહીનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. જોકે પરિસ્થિતિ કાબૂ બહાર જતા સ્થાનિક પોલીસે મનીષ દોશી, અમિત ચાવડા સહિતના કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
ભાજપ સરકાર દેશની સ્વતંત્ર સંસ્થાઓનો દુરુપયોગ કરીને લોકહીત માટે સરકારને સવાલ કરતા દરેક લોકોને હેરાન કરી રહી છે. પરંતુ કોંગ્રેસ પક્ષનો દરેક કાર્યકર્તા સહેજ પણ ડર્યા વિના લડશે અને ભાજપની તાનશાહીને ખતમ કરશે#IndiaWithRahulGandhi pic.twitter.com/EbQQG9ilDm
— Gujarat Congress (@INCGujarat) June 13, 2022
કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર રહી હતી. કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશપ્રમુખ અમિત ચાવડાએ અધિકારીઓને ધમકી આપતાં જણાવ્યું હતું કે ભાજપના રાજકીય એજન્ડા પુરા કરવા અધિકારીઓ હાથા ના બને, અધિકારીઓ કોંગ્રેસના નેતા-કાર્યકરોને ખોટી રીતે કનડવાનું બંધ કરે. પ્રદેશાધ્યક્ષ જગદીઠ ઠાકોરે જણાવ્યું હતું કે આ સરકાર ધારાસભ્યો ઉપર ખોટા કેસો કરે છે.
जब-जब सच की आवाज बुलंद हुई है, डरे और सहमे क्रूर तानाशाहों ने उसे बलपूर्वक दबाने की कोशिश की है।
लेकिन वे जान लें, समझ लें और इतिहास उठाकर देख लें।
सत्य न कभी पराजित हुआ था, न कभी पराजित होगा।#IndiaWithRahulGandhi pic.twitter.com/kMq5yJGEqo
— Amit Chavda (@AmitChavdaINC) June 13, 2022
ઠાકોર, ધારાસભ્ય અંબરિશ ડેર, વાવના ધારસભ્ય ગેની બેન, પુંજા બાઈ વંશ અને નેતા વિપક્ષ સુખરામ રાઠવા સહિતના નેતાઓ હાજર છે.