ગાંધીનગરઃ સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં 10થી 12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં ભવ્ય રીતે યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી સમિટ અનેક અર્થમાં વિશિષ્ટ બની રહેશે. ગુજરાતની ઓળખ બની ચૂકેલી વાઇબ્રન્ટ સમિટના આયોજનને 20 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે આ વાઇબ્રન્ટ સમિટ 2.0 તરીકે રજૂ કરાશે, જેમાં આગામી 25 વર્ષનો રોડમેપ બનાવવામાં આવશે.
રાજ્યમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા જ રોકાણ આવવાનું શરૂ થઈ ગયું છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 પહેલાં જ MoU ટેક્ષટાઇલ સેક્ટર, ઇન્ડસ્ટ્રિયલ પાર્ક, પેકેજિંગ ઉદ્યોગમાં રૂ. 1000 કરોડના સંભવિત મૂડીરોકાણ માટે ચાર MOU કરવામાં આવ્યા છે.
રાજ્યમાં ઉદ્યોગોમાં રોકાણથી રોજગારીની તકો વધે એ માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ MoUથી ઉદ્યોગ સ્થપાતાં 10,0000થી વધુ રોજગારનું સર્જન થશે.
આગામી જાન્યુઆરી-2024 માં યોજાનાર વાયબ્રન્ટ સમિટના પૂર્વાર્ધે રાજ્ય સરકારે અત્યારથી જ દર સપ્તાહે ઉદ્યોગગૃહો સાથે MoU કરવાનો ઉપક્રમ શરૂ કર્યો છે. જેના ભાગરૂપે, આજે રૂ. 1000 કરોડના સંભવિત મૂડીરોકાણ સાથેના વધુ 4 MoU ગુજરાત સરકારે કર્યા છે.
ટેક્સ્ટાઇલ, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, પેકેજીંગ… pic.twitter.com/F8boZZX2Ql
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 29, 2023
એક MoU અંતર્ગત અમદાવાદ જિલ્લાના કેરાલા GIDCમાં કમ્પોઝિટ ટેક્સટાઇલ યુનિટ કાર્યરત થશે. આમાં એલ.બી.ટેક્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ. 450 કરોડનું રોકાણ કરવામાં આવશે. આ સિવાય માંડલ તાલુકાના માનપુરામાં 155 હેક્ટર વિસ્તારમાં ઇન્ડસ્ટ્રિયલ પાર્કની સ્થાપ્ના કરવામાં આવશે. આ ચાર MoU અંતર્ગત એક એમઓયુ મેસ્કોટ સાઉથ એશિયા એલ.એલ.પી સાથે થયા છે. એ 288.75 કરોડનું મૂડીરોકણ કરશે. નવસારીના વેસ્મા અને કાળાકાછામાં ઔદ્યોગિક પાર્ક સ્થપાશે. સરકાર સતત ઉદ્યોગોને યોગ્ય માહોલ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આંતર માળખાકીય સુવિધાઓ વિકસાવવા સરકાર રૂ. 99.12 કરોડનું રોકાણ કરશે. અમદાવાદના ગાંગડમાં બોટલના રિસાયક્લિંગ પ્રોજેક્ટ સ્થપાશે. આ સિવાય FIBC જમ્બો બેગના ઉત્પાદન માટે રૂ. 161.78 કરોડનું મૂડીરોકાણ આવ્યું છે.