રૂપાણીની ટીમના સંભવિત જૂના અને નવા પ્રધાનો

ગાંધીનગર– ગુજરાતમાં સતત છઠ્ઠી વાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે. 26 ડિસેમ્બરે સીએમ પદે વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નિતીન પટેલની ટીમ શપથ ગ્રહણ કરશે. ગાંધીનગરના સચિવાલય મેદાનમાં શપથગ્રહણ સમારોહની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ચીફ સેક્ર્ટરી જે. એન. સિંહે સમારોહના સ્થળની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. વિજય રૂપાણીની ટીમમાં કોણ હશે, તે પ્રશ્ન આજે ગાંધીનગરમાં ચર્ચાતો હતો.જાણકાર વર્તુળોના જણાવ્યા અનુસાર વિજય રૂપાણીની ટીમમાં જૂના અને નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. સંભવિત કેબિનેટ પ્રધાન તરીકે અનુભવી નેતાઓને સ્થાન મળી શકે છે. જેમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ગણપત વસાવા, બાબુ બોખીરિયા, દિલીપ ઠાકોર, જયેશ રાદડિયા, આર.સી. ફળદુ અને કૌશિક પટેલનો સમાવેશ થઈ શકે છે.

જ્યારે રાજ્યકક્ષા પ્રધાનમાં(સ્વતંત્ર હવાલો) પરબત પટેલ, પ્રદીપસિંહ જાડેજા અને જીતુ વાઘાણીના નામ ચર્ચાઈ રહ્યાં છે.

તેમજ રાજ્યકક્ષાના પ્રધાનોમાં પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, જયદ્રથસિંહ પરમાર, ઈશ્વરભાઈ પટેલ, શબ્દશરણ તડવી, રાજેન્દ્ર ત્રિવેદી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મનીષા વકીલ, હિતુ કનોડિયા, નિમાબહેન આચાર્ય, પંકજ દેસાઈ અન પૂર્ણેશ મોદીના નામની ચર્ચા છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]