25-31 ડિસે. ગૂજરાત વિદ્યાપીઠમાં પુસ્તક મેળો

અમદાવાદ-ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રકાશન વિભાગ, યોજના કાર્યાલય અમદાવાદ દ્વારા ખાસ પુસ્તક મેળાનું આયોજન તા. 25 થી 31 ડિસેમ્બરે સવારે 10.00 થી સાંજના 6.00 કલાક દરમિયાન ગુજરાત વિદ્યાપીઠ, યૂ.એસ.આઈ સેન્ટર, આશ્રમ રોડ, અમદાવાદમાં કરવામાં આવ્યું છે.

આ પુસ્તક મેળામાં સ્પર્ધાત્મક પરિક્ષા જેવી કે GPSC, UPSC અને સામાન્ય જ્ઞાન ઉપરાંત ભારતીય સંસ્કૃતિ, આધુનિક ભારતના ઘડવૈયા, સ્વાતંત્ર્ય સેનાનીઓ, ગાંધી સાહિત્ય, બાળ સાહિત્ય સહિતના વિવિધ વિષયોના પુસ્તકો મળી શકશે.

ભારત સરકારની વિવિધ યોજનાકીય માહિતીઓ તથા આજની યુવા પેઢીને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી બને તેવું માસિક સામાયિક યોજના મેગેઝીન માત્ર રૂપિયા 22/-માં ઉપલબ્ધ થશે. આ પુસ્તક મેળામાં આપ યોજના મેગેઝીનનું વાર્ષિક લવાજમ પણ સ્થળ પર જમા કરાવી શકો છો. જેમાં એક વર્ષનું લવાજમ રૂ. 230/- બે વર્ષનું લવાજમ રૂ. 430/- ત્રણ વર્ષનું લવાજમ રૂ. 610/- નક્કી કરવામાં આવ્યું છે. આપ લવાજમ ઑનલાઈન પણ ભરી શકો છો. વધુ માહિતી માટે આપ yojanagujarati@gmail.com પર સંપર્ક કરી શકો છો.