અમદાવાદમાં જોવા મળ્યો રોડ પર મતદાનમથકનો નજારો

અમદાવાદ-ગુજરાત વિધાનસભા-2017ના મતદાનમાં એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. ત્યારે કેટલીક અવનવી બાબતો મતદાન વેળાએ ધ્યાન પર આવી. જેમાં અમદાવાદ શહેરના ટ્રાફિક-વ્યાપારથી ધમધમતા એવા રીલીફ રોડ આવેલા કાલુપુર પોલિસ સ્ટેશનના 10 ફૂટ દૂર માર્ગ પર જ એક મતદાન મથક મૂકવામાં આવ્યું હતુ. કાલુપુર પોલીસ સ્ટેશન પાસેનું માર્ગ પર જ મુકવામાં આવેલા મતદાન મથક માટે જ્યારે સ્થાનિક લોકોને પુછવામાં આવ્યું કે શાળા અથવા અન્ય ઇમારત ને બદલે મતદાન મથક માર્ગ પર શા માટે…

ત્યારે લોકો એ એક સાથે જવાબ આપ્યો …ભાઇ આ એકદમ સંવેદનશીલ વિસ્તાર છે..જો ઇમારતો માં મતદાન મથક રાખવામાં આવે તો એકબીજાના મહોલ્લા,શેરી કે પોળો માં જવું પડે અને અફવાઓ ઉડે તો કંઇક ઘર્ષણ થઇ જાય….
બે કોમ, સમાજો વચ્ચે ઘર્ષણ ન થાય એ હેતું થી માર્ગ પર જ પૂરતી સલામતી વ્યવસ્થા સાથે, પોલીસ સ્ટેશનની બાજુમાં જ મંડપ માં મતદાન મથક બનાવવામાં આવ્યુ અને શાંતિપૂર્ણ રીતે મતદાન થયું..

અહેવાલ અને તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]