રાજ્યમાં પાછલા ત્રણ દિવસથી ભારે થી અતિભારે વરસાદ નોંધાય રહ્યો છે. ક્યાંકને ક્યાંક હાલ વરસાદ વિનાશ સ્વરૂપ લઈ રહ્યું. ત્યારે ગુજરાત અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનિક વાતચીત કરીને રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વચ્ચે રાહત અને બચાવ કાર્યની જાણકારી મેળવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેમના સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પર પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અતિભારે વરસાદની સ્થિતિને લઈને મારી સાથે ટેલીફોનિક વાતચીત કરીને રાહત અને બચાવ કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી હતી. વડાપ્રધાને નાગરિકોના જાનમાલ તેમજ પશુધનના રક્ષણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ, ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી સહયોગ અને મદદ પુરી પાડવાની ખાતરી આપી હતી. વડાપ્રધાને ગુજરાતની ચિંતા કરી સ્થિતિ પર સતત ધ્યાન રાખી રહ્યાં છે. ગુજરાતના લોકો પ્રત્યે તેમના હૃદયમાં ઊંડો સ્નેહભાવ છે. કુદરતી આફતની વેળાએ અને જ્યારે પણ જરૂર હોય ત્યારે તેમણે હંમેશા રાજ્યના લોકોની પડખે ઉભા રહી છે.’
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી એ ગુજરાતમાં અતિભારે વરસાદની સ્થિતિને લઈને મારી સાથે ટેલીફોનિક વાતચીત કરીને રાહત-બચાવ કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી હતી.
તેમણે નાગરિકોના જાનમાલ તેમજ પશુધનના રક્ષણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ, ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી…
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 28, 2024
છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની વરસી રહ્યો છે, ત્યારે રાજ્યના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત, કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. બીજી તરફ, હવામાન વિભાગે 29 ઑગસ્ટ સુધી રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મુખ્ય શહેરોના જિલ્લા કલેક્ટર, પોલીસ અધીક્ષક અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ઓનલાઈન બેઠક કરી હતી.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવતી કાલે સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.