PM મોદી રાજ્યની મુલાકાતેઃ રૂ. 14,500 કરોડના પ્રોજેક્ટોનો શુભારંભ

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારથી ફરી એક વાર ગુજરાત અને મધ્ય પ્રદેશની મુલાકાતે આવવાના છે. તેઓ ગુજરાતમાં રૂ. 14,500 કરોડના પ્રોજેક્ટોનો શુભારંભ કરશે. તેમને હસ્તે મધ્ય પ્રદેશમાં મહાકાલ લોકનું ઉદઘાટન કરશે. જે મહાકાલેશ્વર મંદિત જતા તીર્થયાત્રીઓને આધુનિક સુવિધાઓ આપશે.

વડા પ્રધાન મોદી મોઢેરામાં સૂર્ય મંદિરની મુલાકાત લેશે. આ ઉપરાંત તેઓ બેચરાજીના દેલવાડામાં એક જાહેર સભાને પણ સંબોધન કરશે. તેઓ બે મંદિરોમાં પૂજા-અર્ચના કરશે. ત્યાર બાદ તેઓ ભરૂચના આમોદ, અમદાવાદ અને જામનગરમાં વિવિધ પ્રોજેક્ટોનો શુભારંભ કરાવશે. અમદાવાદમાં  કેટલાક અન્ય પ્રોજેક્ટોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા પછી તેઓ 11 ઓક્ટોબરે ઉજ્જૈનના શ્રી મહાલેશ્વર મંદિરની યાત્રા કરશે.

તેઓ સાબરમતી-જગુદણ રેલવેના ગેજ પરિવર્તન પ્રોજેક્ટ અને ONGCની ભૂવૈજ્ઞાનિક ઓઇલ ઉત્પાદન પ્રોજેક્ટ સહિત અનેક પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ ભરૂચના જંબુસમાં બલ્ક ડ્રગ પાર્કની આધારશિલા મૂકશે. ત્રણ દિવસના પ્રવાસમાં તેઓ અનેક સ્થળોએ જાહેર સભા પણ સંબોધશે.

 તેઓ રાજ્યમાં કેટલાક ઓદ્યૌગિક પાર્કોની આધારશિલા પણ મૂકશે. તેઓ અમદાવાદમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સંકુલ –મોદી શૈક્ષણિક સંકુલના પહેલા તબક્કાનું ઉદઘાટન કરશે. આ સંકુલમાં વિદ્યાર્થી માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ત્યાર બાદ અમદાવાદના અસારવામાં રૂ. 1300 કરોડની વિવિધ સુવિધાઓનું ઉદઘાટન કરશે. જામનગરમાં તેઓ સિંચાઈ, વીજ, અને શહેરી માળખા સંબંધિત વિવિધ પ્રોજેક્ટોનો શિલાન્યાસ કરશે.