પિરામલ ફાઇનાન્સે તમામ મહિલાઓ સાથેની પાંચ શાખાઓ શરૂ કરી

મુંબઈઃ પિરામલ ફાઇનાન્સ તરીકે વ્યાપકપણે ઓળખાતી અને પિરામલ એન્ટરપ્રાઇઝ લિમિટેડ (PEL)ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે આજે ​​ તમામ મહિલાઓ સાથેની પાંચ શાખાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. ‘મૈત્રેયી’ નામ ધરાવતી આ શાખાઓ વિવિધતાને ઉત્તેજન આપવા અને મહિલાઓને કાર્યબળમાં સમાન તકો પ્રદાન કરવા માટે કંપનીની અતૂટ પ્રતિબદ્ધતાનું ઉદાહરણ આપે છે.

કંપનીની પ્રથમ તમામ મહિલા શાખાનું ઉદ્ઘાટન કરી રહેલા MD જયરામ.

શ્રીધરનપિરામલ ફાઇનાન્સની વ્યૂહાત્મક વિસ્તરણ યોજનાના ભાગરૂપે, રાજસ્થાનમાં અજમેર રોડ, નવી દિલ્હીમાં છત્તરપુર, પંજાબમાં મોહાલી, મહારાષ્ટ્રમાં મુંબઈ અને કેરળમાં ત્રિપુનિથુરામાં આવેલી આ ફુલ સર્વિસ બ્રાન્ચીસમાં સાતથી 15 મહિલા કર્મચારીઓની સમર્પિત ટીમ હશે.

‘મૈત્રેયી’ શાખાઓ ગ્રાહકોની માગ અને પસંદગીઓને આધારે વધારાની સુવિધાઓની સંભવિતતા સાથે હોમ લોન અને MSME લોન સહિતની શ્રેણીબદ્ધ સેવાઓ પ્રદાન કરે છે. આ સ્થાનો ગ્રાહકોની જરૂરિયાતો અને પસંદગીઓ સાથે સુસંગત છે તેની ખાતરી કરવા તેમ જ પિરામલ ફાઇનાન્સની સર્વોચ્ચ વ્યવસાય વ્યૂહરચનાને સમર્થન આપવા અને અમારા લક્ષ્ય બજારોને પૂર્ણ કરવા માટે વિચારપૂર્વક પસંદ કરવામાં આવ્યા છે.

‘મૈત્રેયી’ શાખાના ઉદઘાટન અંગે પિરામલ ફાઇનાન્સના મેનેજિંગ ડિરેક્ટર જયરામ શ્રીધરને જણાવ્યું હતું કે અમને ‘મૈત્રેયી’ શાખાઓનું ઉદ્ઘાટન કરતાં આનંદ થાય છે, જે લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા અને નાણાકીય સેવા ક્ષેત્રમાં મહિલાઓના સશક્તીકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. અમારી શાખાઓ દ્વારા અમારો ઉદ્દેશ્ય સરળ, કાર્યક્ષમ અને અસરકારક ધિરાણ ઉકેલો પૂરો પાડવાનો છે, જે ઉપભોક્તા ધિરાણની જરૂરિયાતોને પૂરી કરે છે.

31મી માર્ચ 2023 સુધીમાં કંપની પાસે ભારતના 26 રાજ્યોમાં 404 શાખાઓ અને 30 લાખથી વધુ ગ્રાહકોનું નેટવર્ક છે. તે આગામી પાંચ વર્ષમાં 500થી 600 શાખાઓ દ્વારા 1000 સ્થળોએ હાજરી ધરાવવાનું લક્ષ્ય ધરાવે છે.